Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં આખલાઓ વચ્ચે યુદ્ધમાં વાહનોમાં નુકસાન

જામનગરમાં આખલાઓ વચ્ચે યુદ્ધમાં વાહનોમાં નુકસાન

- Advertisement -

જામનગર શહેરમાં આવેલા ઈન્દીરા કોલોની વિસ્તારમાં મંગળવારની રાત્રિના સમયે આખલાઓ વચ્ચે થયેલા યુધ્ધના કારણે વિસ્તારમાં રહેલી સાઈકલ, રીક્ષા અને એક બાઈક સહિતના વાહનોમાં નુકસાન પહોંચ્યું હતું. જામનગર શહેરના માર્ગો પર રખડતા પશુઓના કારણે અવાર-નવાર અકસ્માતોમાં શહેરીજનોના ભોગ લેવાઈ છે તેમ છતાં તંત્ર દ્વારા આ મામલે કોઇ ગંભીરતા દાખવવામાં આવતી નથી.

- Advertisement -

સદનસીબે રાત્રિના સમયે આખલાઓ વચ્ચે યુદ્ધ થયું હતું. જેમાં માત્ર વાહનોમાં જ નુકસાન થયું હતું. પરંતુ, જો દિવસના સમયે રહેણાંક વિસ્તારમાં આ યુદ્ધ થાય તો શહેરીજનોને પણ ઈજા થવાની અને કોઇનો ભોગ લેવાની શકયતા નકારી શકાતી નથી. ઘણાં વર્ષોથી શહેરના રાજમાર્ગો પર રખડતા ભટકતા અબોલ પશુઓ સામે કામગીરી કરવા અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ, તંત્રએ આ મામલે ગંભીરતા દાખવી નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular