Friday, March 29, 2024
Homeરાષ્ટ્રીયદાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું મોત, હોટલમાંથી મૃતદેહ મળી આવ્યો

દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું મોત, હોટલમાંથી મૃતદેહ મળી આવ્યો

- Advertisement -

દાદરાનગર હવેલીના સાંસદનું મોત થયું છે. દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મુંબઈની સી ગ્રીન હોટલમાંથી મળી આવ્યો છે. ઘટનાની જાણ થતાં મુંબઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. જ્યારે તેમનો પરિવાર એક કલાક પહેલા મુંબઇ જવા રવાના થયો છે. મળતી વિગતો અનુસાર સાંસદ મોહન હેલકરે મુંબઈ ની હોટલમાં આત્મહત્યા કરી લીધી છે, જેમની પાસેથી એક નોટ પણ મળી આવી છે.

- Advertisement -

મુંબઈની મરિન ડ્રાઇવની સી-ગ્રીન હોટેલમાંથી દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મળ્યો છે. હોટેલમાંથી ગુજરાતીમાં સ્યૂસાઈડ નોટ મળી છે. જેને પગલે તેમણે આપઘાત કર્યો હોવાની આશંકા છે. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા. હાલ તેમના મોત અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.બાહુબલી નેતા તરીકેની છાપ ધરાવતા અને મિજાજ માટે જાણીતા મોહન ડેલકરે આત્મહત્યા કરતા સંઘ પ્રદેશમાં શોકનું મોજું ફળી વળ્યું છે.

56 વર્ષીય મોહન ડેલકર દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ છે. 1989માં મોહન ડેલકર પહેલીવાર સાંસદ બન્યા હતા. તેઓ 7 ટર્મથી ચૂંટાતા હતા. 1989થી વર્ષ 2004 સુધી મોહન ડેલકરે અપક્ષ, ભાજપ અને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી સતત 6 વખત વિજય મેળવી ઈતિહાસ સર્જી દીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular