જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડની 63 બેઠકો માટે 26 એપ્રિલે મતદાન યોજાનાર છે. હાલ રાજકીય પક્ષો પ્રચાર-પ્રસારમાં લાગ્યા છે. તો બીજીતરફ તંત્ર ચૂંટણી પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે તૈયારીમાં લાગ્યું છે. આપણે જામનગરની 63 બેઠકોના ભાજપા, કોંગ્રેસ અને ‘આપ’ના ઉમેદવારોના શિક્ષણ, સંપત્તિની જાણકારી મેળવી. હવે જોઇએ ઉમેદવારો ઉપર નોંધાયેલા ગુનાઓ વિશે એક નજર કરીએ.
જામનગરમાં કુલ 206 ઉમેદવારો ચૂંટણી જંગમાં મેદાને છે. જેમાં ભાજપાના કુલ 63 ઉમેદવારો પૈકી 07 ઉમેદવારો સામે કોઇને કોઇ ગુના નોંધાયેલા છે. કોંગ્રેસના 62 ઉમેદવારો પૈકી 12 ઉમેદવારો પોલીસના ચોપડે નોંધાયેલા છે. જ્યારે આમઆદમી પાર્ટીના 49 ઉમેદવારો પૈકી 10 ઉમેદવારો વિરૂઘ્ધ ગુના દાખલ થઇ ચૂકયા છે. આ ગુનાઓમાં જુગારધારા, પ્રોહિબિશન, હત્યાનો પ્રયાસ, લાંચ-રૂશ્વત, રાયોટીંગ, ગુજસીટોક સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે.
ભાજપાના ઉમેદવારો વિરૂદ્ધના ગુનાઓમાં વોર્ડ નંબર એકના અમર મોદી વિરૂદ્ધ આઇપીસી 323, 114, વોર્ડ નંબર બેમાં જયરાજસિંહ જાડેજા વિરૂઘ્ધ જુગારધારાના બે કેસ, રિદ્ધિશ ડેર વિરૂઘ્ધ આઇપીસી 325, વોર્ડ નંબર ત્રણમાં રાજેશ યાદવ વિરૂદ્ધ રાયોટીંગ, આઇપીસી 147, 148, 323, 506(2), વોર્ડ નંબર ચારમાં જિતેશ શિંગાળા વિરૂદ્ધ પ્રોહિબિશન, વોર્ડ નંબર નવમાં ધીરેન મોનાણી વિરૂઘ્ધ આઇપીસી 279, એમ.વી.એક્ટ 177, 184, વોર્ડ નંબર 15માં દીપક શ્રીમાળી વિરૂદ્ધ સી.આર.પી.સી. 107ના ગુના નોંધાયેલા છે.
કોંગ્રેસના ઉમેદવારોમાં વોર્ડ નંબર એકના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા) વિરૂદ્ધ જી.પી.એક્ટ 135, રાયોટીંગ, આઇપીસી 186, 452, 188, 147, 149, હત્યાનો પ્રયાસ, આઇપીસી 332, 186, 153, વોર્ડ નંબર બેના જયદીપસિંહ ઝાલા વિરૂઘ્ધ હત્યાનો પ્રયાસ, આઇપીસી 325, 324, 223, 506, 504, ગેમ્બલીંગ એક્ટ કલમ 12, બીએનએસ 356, વોર્ડ નંબર ચારના ઉમેદવાર રચનાબેન નંદાણિયા વિરૂઘ્ધ એટ્રોસિટી, બીએનએસ 192, 353(1), 224, 226, 132, વોર્ડ નંબર 6ના ફુરકાન શેખ વિરૂદ્ધ એસીબીનો ગુનો, વોર્ડ નંબર 10ના રોશિયા ડેવિલા વિરૂદ્ધ આઇપીસી 406, 420, 409, 120(બી), 114, વોર્ડ નંબર 11માં પારિયા તેજસી વિરૂદ્ધ સિટી ‘એ’માં વોર્ડ નંબર 12માં અલ્તાફ ખફી વિરૂઘ્ધ ગુજસીટોક, રાયોટીંગ, આઇપીસી 147, 188, જી.પી.એકટ 135, બીએનએસ 109(1), 117(1), 118(1), 118(ર), સારાહબેન મકવાણા ઇન્ડિયન પીનલ કોડ 143, 147, 151, પબ્લિક પ્રોહિ. ડેમેજ એક્ટ 1984 કલમ 3, 4, વોર્ડ નંબર 13માં ધવલ નંદા વિરૂદ્ધ 153(એ), 427, 153(ક), 114, વોર્ડ નંબર 15માં આનંદ રાઠોડ વિરૂદ્ધ 498(એ), 306, 114, મનોજ ચોવટિયા વિરૂદ્ધ આઇપીસી 143, 269, 143, 188, એપેડેમિક ડિસિઝ એક્ટ 1987 કલમ 3, મરિયમબેન સુમરા રાયોટીંગ, આઇપીસી 147, 504, 506, 451ના ગુના નોંધાયા છે. વોર્ડ નંબર 16ના ઉમેદવાર અતુલ ભંડેરી વિરૂદ્ધ રાયોટીંગના સાત, ગુજસીટોકનો એક, આઇપીસી 188, આઇપીસી 186, 504, આઇપીસી 386, 507, આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ 13 જેટલા ગુનાઓ નોંધાયેલા છે.
આમઆદમી પાર્ટીમાં વોર્ડ નંબર એકમાં ઉમર સોઢા વિરૂદ્ધ હત્યાનો પ્રયાસ આઇપીસી 326, 325, 324, પ04, 337, 146, 147, 148, 149, જી.પી.એક્ટ 135(1), વોર્ડ નંબર ચારમાં હાજી વાજુગરા વિરૂદ્ધ આઇપીસી 324, 504, વોર્ડ નંબર પાંચમાં મંગળાબેન ત્રિવેદી વિરૂદ્ધ હત્યાનો પ્રયાસ, આઇપીસી 326, 325, 341, 294(ખ), 143, 147, 148, 149, વોર્ડ નંબર આઠના અંજનાબા ચુડાસમા વિરૂદ્ધ નેગો. 138 ચેક રીટર્નના ત્રણ ગુના, કમલેશ લિંબાસિયા વિરૂદ્ધ નેગો. ઇન્સ્ટ્રુ. એક્ટ 138ના એક, પ્રોહિબિશનનો એક, વોર્ડ નંબર નવમાં સુનિલ આશર આઇપીસી 188ના ચાર કેસ, આઇપીસી 135(1), આઇપીસી 325, મેડીકેર સર્વિસ પર્સંસ એન્ડ મેડીકેર સર્વિંગ ઇન્સ્ટિટયૂટ એક્ટ-2012ની કલમ 04, વોર્ડ નંબર 12માં જેનમબેન ખફી વિરૂદ્ધ આઇપીસી 188, 366, 332, 323, 504, 506, 114, 189, રીઝવાન જુણેજા વિરૂદ્ધ રાયોટીંગ, આઇપીસી 147, 148, 149, 323, 324, 341, 114, જી.પી.એક્ટ 135(1), સહિતના ગુનાઓ નોંધાયા છે. વોર્ડ નંબર 12ના અસલમ ખિલજી વિરૂદ્ધ આઇપીસી 307, બીએનએસ કલમ 115(2), 352, 351, લેન્ડગ્રેબિંગ એક્ટ, ગુજસીટોક, 323, 354, 307 સહિતના ગુનાઓ નોંધાયેલા છે. જે પૈકી કેટલાંકમાં નિર્દોષ છોડાયા છે તો કેટલાંકમાં એફઆઇઆરમાંથી નામ રદ્ થયું છે.


