Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં કરોડોની જીએસટી ચોરીમાં પિતા-પુત્રની જામીન અરજી ફગાવતી અદાલત

જામનગરમાં કરોડોની જીએસટી ચોરીમાં પિતા-પુત્રની જામીન અરજી ફગાવતી અદાલત

જુદી-જુદી પેઢીઓ પાસેથી રૂા. 78.50 કરોડની ખરીદી દર્શાવી : 6.67 કરોડની ખોટી શાખ મેળવી

- Advertisement -

રાજ્યના જીએસટી વિભાગ દ્વારા કરોડોના વ્યવહારોમાં જીએસટી ચોરીની ફરિયાદ દાખલ કરાયા બાદ ધરપકડ કરાયાના જામનગરના કારખાનેદાર પિતા-પુત્રની રેગ્યૂલર જામીન અરજી સેશન્સ અદાલતે રદ્ કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ સંયુક્ત રાજ્ય વેરા કમિશનર જુનાગઢ કચેરીના જીએસટી અધિકારીઓ દ્વારા જામનગરના શંકરટેકરી જીઆઇડીસીમાં આવેલી મેટલ ઇન્ડસ્ટ્રીઝ અને લિબર્ટી પેઢીમાં બે વર્ષ અગાઉ પેઢીના કરોડોના વ્યવહારો અંગે તપાસ હાથ ધરી હતી. જેમાં લાંબી પ્રક્રિયા બાદ જુદી-જુદી પેઢીઓના નામે 41.40 કરોડની ખરીદી દર્શાવી 7.45 કરોડની જીએસટી ચોરી આચરવામાં આવી હોવાનું ખુલ્યું હતું. જેના આધારે જીએસટી વિભાગ દ્વારા વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ પોલીસ ફરિયાદ બાદ સ્મિત દિપેન શાહ અને તેના પિતા દિપેન શાહ નામના પિતા-પુત્ર કારખાનેદારોની ધરપકડ કરી હતી. આ બંનેએ અસ્તિત્વ ધરાવતી ન હોય તેવી જુદી જુદી પેઢીઓ પાસેથી રૂા. 37.10 કરોડની ખરીદી કરી રૂા. 6.67 કરોડની ખોટી વેરા શાખ મેળવી હતી. આ પ્રકરણમાં ધરપકડ થયેલા પિતા-પુત્રના એડવોકેટ દ્વારા અહીંની સેશન્સ અદાલતમાં રેગ્યૂલર જામીન અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણીમાં સરકારી વકીલ દિપક ત્રિવેદીની દલીલોના આધારે અદાલતે સરકાર પક્ષે જીએસટી વિભાગ તરફથી થયેલી રજૂઆતો અને દલીલોને ગ્રાહ્ય ગણીને બંને પક્ષની દલીલો સાંભળી પિતા-પુત્રની જામીન અરજી રદ્ કરવાનો આદેશ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular