જામનગરની જાણીતી પેઢી ઉર્વી બ્રાસ પ્રોડકટર્સના પ્રોપરાઈટર હરિભાઈ ઉર્ફે હરીશભાઈ પુંજાભાઈ મુળશા એ કર્ણાટકની પેઢી સ્પેકટ્રા પોલીમર્સમાં તેના ઓર્ડર તથા જરૂરિયાત મુજબ અલગ અલગ તારીખોએ બ્રાસપાર્ટના અલગ અલગ પ્રોડકટર્સનો માલ મોકલ્યો હતો અને તે માલ મોકલાવ્યા સબબ કર્ણાટકની પેઢી પાસેથી રૂા.3,94,597 લેવાના બાકી નિકળતા હતાં પેઢીને અનેક વખત રકમ ચૂકવવી આપવા જાણ કરી હતી અને કર્ણાટકની પેઢી તરફથી થોડો સમય ખોભરી જવાનું કહેવામાં આવતું અને ત્યારબાદ રકમની ચૂકવણી માટે ઘણો સમય આપવા છતાં રકમ ન ચૂકવતા, ઉર્વી બ્રાસ પ્રોડકટર્સના પ્રોપરાઈટર, હરિભાઈ ઉર્ફે હરીશભાઈ પુંજાભાઈ મુળશાએ પોતાના વકીલ નીતલ એમ. ધુ્રવ મારફત જામનગરના પ્રીન્સીપાલ સીનીયર સિવિલ કોર્ટમાં સમરી સ્યુટ દાખલ કર્યો હતો. જે દાવો જામનગરની અદાલતમાં ચાલી જતાં કર્ણાટકની પેઢી એ રૂા.3,94,597 વાર્ષિક 6 ટકા દાવાની તારીખથી જ્યાં સુધી રકમ ન ચૂકવે ત્યાં સુધી વ્યાજ આપવાનો અને રકમ ન ચૂકવી આપે તો તેની સ્થાવર તથા જંગમ મિલ્કતમાંથી વસૂલી લેવા તથા દાવાનો તમામ ખર્ચ ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.
ઉર્વી બ્રાસ પ્રોડકટર્સની પેઢી તરફે યુવાન ધારાશાસ્ત્રી નીતલ એમ. ધુ્રવ (એડવોકેટ), ડેનીશા એન. ધ્રુવ (એડવોકેટ), પુજા એમ. ધ્રુવ(એડવોકેટ) ધર્મેશ વી. કનખરા (એડવોકેટ), આશિષ પી. ફટાણિયા (એડવોકેટ), ધ્વનિશ એમ. જોશી (એડવોકેટ) રોકાયેલા હતાં.