3 માસ પહેલા કિશન મક્વાણા, લાલજીભાઈ ત્થા અન્ય આરોપીઓએ ત્રણ દરવાજા નજીક સાજીદ મક્વાણા ઉપર હુમલો કર્યો હતો અને તે હુમલામાં સાજીદભાઈ મક્વાણાનું અવસાન થયું હતું. જે કેશમાં આરોપી કિશન મક્વાણા ત્થા અન્ય આરોપીઓની અટક કરવામાં આવી હતી. જેલ હવાલે કરવામાં આવ્યા હતાં. આ બનાવને ત્રણ માસ જેટલો સમય થઈ ગયેલ હોય ત્યારબાદ આરોપી કિશન મક્વાણાના પિતા નાગેશ્ર્વર રોડ પર ધવલ રેસ્ટોરન્ટ ચલાવતા હોય, ત્યા અગાઉના ગુન્હામાં મરણ ગયેલ સાજીદના મિત્રો આવી અને રેસ્ટોરન્ટમાં અંદર ધુસીને ફરીયાદી મનસુખભાઈ મક્વાણાને ધેરી લઈ અને વિમલ રમેશભાઈ, ભુરો ઉર્ફે અફતાબ હસુડો ઉર્ફે અસગર કરણ ભરવાડ, ત્થા ફીરોઝ મહમદહુશેન હસુડો ઉર્ફે દેવો, અને એક અજાણ્યો ઈસમ આવી અને ફરીયાદીને ધમકીઓ આપેલ કે, તારો દિકરો કિશન મક્વાણા અને તેમના મિત્રોએ સાજીદ ઉપર હુમલો કરેલ છે તેઓ અમારો મિત્ર થતો હતો અને ભાઈ થતો હતો જેના મોતનો બદલો આજે લેવા આવ્યા છીએ તેમ ધમકીઓ આપી અને હથીયારો વડે ફરીયાદી મનસુખભાઈ મક્વાણા ઉપર જીવલેણ હથીયારો વડે હુમલાઓ કર્યો હતો. આ હુમલામાં સાહેદ અઝીમ પણ હોટલમાં હોય તેઓ વચ્ચે પડી અને રોક્તા તેમના ઉપર પણ હુમલો કરવામાં આવેલ અને તેમને પણ ઈજાઓ થઇ હતી અને અન્ય સાહેદ છત્રપાલસીંહ ત્થા અઝીમ સમા પણ વચ્ચે પડેલ હતો તેમને પણ ઈજાઓ પહોચાડી હતી અને આરોપીઓ હોટલના કાઉન્ટર તોડી અને હોટલના સીસી ટીવી કેમેરાઓ પણ તોડી નાખી અને પુરાવાનો નાશ કરી અને હજુ જો બચી જશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી અને નાશી ગયા હતાં. આ હુમલામાં સાહેદ અઝીમને ઇજા થઇ હતી અને ફરીયાદીને ગંભીર પ્રકારની ઈજાઓ થઇ હતી. જેથી ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં આરોપીઓની અટક કરવામાં આવેલ જે પૈકી આરોપી અફતાબ મક્વાણા, ફીરોઝ વાધેર ત્થા અસગર મક્વાણાએ જામીન મુક્ત કરવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. તમામ રજૂઆતો ધ્યાને લઇ અને અદાલતે ફરીયાદી તરફે થયેલ રજુઆતો માન્ય રાખી અને આરોપીઓની જામીન અરજી રદ કરી હતી. આ કેશમાં ફરીયાદી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા રોકાયેલા હતા.