Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતવિવાદનો અંત : સાળંગપુરમાં ભીંત ચિત્રો હટાવાયા

વિવાદનો અંત : સાળંગપુરમાં ભીંત ચિત્રો હટાવાયા

મોડી રાત્રે પોલીસની હાજરીમાં વિવાદીત ચિત્રો હટાવવાની કામગીરી કરવામાં આવી

- Advertisement -

સાળંગપુરધામમાં હનુમાનજીની ભવ્ય પ્રતિમાની નીચે ભીંતચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવતાં મોટો વિવાદ સર્જાયો છે. આ મામલે ગઈકાલે આ વિવાદો અંત લાવવા માટે એવી જાહેરાત કરવામાં આવી હતી કે આ ભીંતચિત્રોને 36 કલાકમાં ત્યાંથી હટાવવામાં આવશે. આ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગઈકાલે મોડી રાતે મંદિર પ્રાંગણની લાઈટ બંધ કરી અંધારામાં પોલીસની મદદથી ભીંતચિત્રને દૂર કરવામાં આવ્યા હતા. આ મામલે મીડિયાને દૂર રાખી ચિત્રોને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.

- Advertisement -

મીડિયાના કેમેરામાં ભીંતચિત્રો હટાવતા દ્રશ્યો કેદ ના થાય તે માટે પોલીસ આવી એક્શનમાં આવી હતી. પોલીસ દ્વારા આ કવરેજ કરતાં મીડિયા ના કેમેરા ને દૂર કર્યા હતા. બોટાદ એસપી, ડીવાય એસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા.

પોલીસની મદદથી અંધારામાં મીડિયાને દૂર રાખીને આ વિવાદિત ચિત્રો દૂર કરવા વડતાલ ગાદીના મહંતો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે સમગ્ર કષ્ટભંજન મંદિર પરિસરની તમામ લાઈટો બંધ કરી દેવામાં આવી હતી.

- Advertisement -

બોટાદ જિલ્લા ઉપરાંત જિલ્લા બહારની પોલીસ થકી મીડિયાને કવરેજ રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મંદિર વહીવટકર્તાઓ દ્વારા પોલીસને આગળ કરી ચિત્રો દૂર કરવાની પ્રક્રિયા પર ઢાંકપીછાડો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મીડિયા કવરેજ રોકવાને લઈ સૂચના કોની તે બાબતે પોલીસ અને મંદિર પ્રસાશનનો એકબીજા ઉપર દોષારોપણ કરી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular