Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરકોવિડના કારણે મૃત્યુ પામેલ લોકોને ન્યાય આપવા કોંગ્રેસ દ્વારા માંગણી

કોવિડના કારણે મૃત્યુ પામેલ લોકોને ન્યાય આપવા કોંગ્રેસ દ્વારા માંગણી

દરેક પરિવારને ચાર લાખનું વળતર ચૂકવવા તથા કોવિડથી મૃત્યુ થયેલ સાચા આંકડા જાહેર કરવા આવેદનપત્ર પાઠવી રજૂઆત

- Advertisement -

કોવિડના કારણે મૃત્યુ પામેલ લોકોના દરેક પરિવારને ચાર લાખનું વળતર ચૂકવવા તથા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના સાચા આંકડા જાહેર કરવા જામનગર શહેર જિલ્લા-કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્યમંત્રીને  સંબંધોને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

- Advertisement -

 

- Advertisement -

જેમાં જણાવ્યું છે કે, કોવિડ 19 ના કારણે લાખો પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે ભારતીય ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ દરેક પરિવારને રૂા.4 લાખનું વળતર ચૂકવવા તથા જામનગર શહેરમાં કોવિડ 19 માં મૃત્યુ  થયેલા લોકોના સાચા આંકડા જાહેર કરવા કોંગે્રસ દ્વારા માંગણી કરાઈ છે. વધુમાં જણાવ્યું છે કે અત્યાર સુધી જામનગર શહેરમાં મૃત્યુ પામેલા લોકોના 700  ફોર્મ ભરાયા છે. જ્યારે સરકાર દ્વારા 205 લોકોને જ સહાય આપવાના આંકડા જાહેર કરાયા છે. જેના કારણે સહાયના ફોર્મ ભરવા માટે લોકોને ભટકવું પડે છે. તંત્રની બેદરકારી અને આયોજનના અભાવને કારણે લોકોને મુશ્કેલીનું સામનો કરવો પડી રહ્યો છે. આથી આ અંગે યોગ્ય કરવા માંગણી કરવામાં આવી છે. અન્યથા આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

આ તકે જામનગર શહેર કોંગે્રસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, જામ્યુકો વિપક્ષી નેતા અલ્તાફભાઇ ખફી, કોર્પોરેટરો નુરમામદભાઈ પલેજા, જેનમબેન ખફી, રચનાબેન નંદાણિયા, નુરમામદ પલેજા, કોંગ્રેસ અગ્રણી સહારાબેન મકવાણા સહિતના હોદ્દેદારો-અગ્રણીઓ ઉપસ્થિત રહી આવેદન પત્ર પાઠવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular