Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરલમ્પી વાયરસથી ગાયોના મોત અટકાવવા કોંગ્રેસ કોર્પોરેટરના ધરણાં

લમ્પી વાયરસથી ગાયોના મોત અટકાવવા કોંગ્રેસ કોર્પોરેટરના ધરણાં

મ્યુ. કમિશનરની ચેમ્બર સામે કોર્પોરેટર અને ગૌ સેવકો દ્વારા ધરણાં : ગાયોને તાત્કાલિક રસીકરણ અને સારવાર મળે તેવી વ્યવસ્થા કરવા રજૂઆત

- Advertisement -

જામનગર શહેરમાં લમ્પી વાયરસના કારણે દરરોજ અસંખ્ય ગાયોના મોત ટપોટપ થાય છે. આ વાયરસમાં મહાનગરપાલિકાના બેદરકાર અને કુંભકર્ણની નિંદ્રામાં રહેલા તંત્રને જગાડવા માટે કોંગ્રેસના વોર્ડ નં.4 ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા દ્વારા પૂર્વ વિપક્ષી નેતા એડવોકેટ આનંદ ગોહિલ તથા ગૌસેવકો સાથે આજે સવારે 11 વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી આજે મ્યુ.કમિશનર વિજય ખરાડીની ચેમ્બર સામે ધરણાં કરવામાં આવ્યાં હતાં. કોર્પોરેટર દ્વારા વકરતા જતા લમ્પી વાયરસને કારણે ગાયોના થતા મોતને અટકાવવા અને પશુ ડોકટરો દ્વારા ગાયોને યોગ્ય સારવાર આપવામાં આવે તે માટે તેમજ કોર્પોરેશનની હેલ્પલાઈનમાં કોઇપણ ઉપાડતું જ નથી જેથી આ હેલ્પલાઈનમાં લોકોને જવાબ મળે અને તેમની સમસ્યાનું નિરાકરણ થાય તે સંદર્ભે ધરણાં કર્યા હતાં.

- Advertisement -

તેમજ રચના નંદાણિયાએ મ્યુનિ. કમિશનર વિજય ખરાડીને આવેદનપત્ર પાઠવી શહેરમાં બીનવારસુ પશુઓમાં લમ્પી વાયરસની રસીકરણ કરવા તેમજ ગાયો પકડવા તથા રસીકરણ કરવામાં આવે તે માટે મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખા અને પશુપાલન નિગમ દ્વારા 10 છોટા હાથી તેમજ ડોકટરોની ટીમ તેમજ કોર્પોરેશનના 64 કોર્પોરેટરોના નંબરો જાહેર કરવામાં આવે તેમજ આ ગાયો માટે યોગ્ય જગ્યાની ફાળવણી કરી ત્યાં સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવે ઉપરાંત જામનગરની જનતા હેલ્પલાઈનનો ઉપયોગ કરી શકે અને લમ્પી વાયરસથી પીડાતી ગાયોને તાત્કાલિક સારવાર અને વેકસીન મળે જેના કારણે ગાયોના મોત અટકી શકે તેવી રજૂઆત કરી હતી. કમિશનર દ્વારા કોર્પોરેટરની માંગણીને ધ્યાનમાં રાખીને ખાત્રી આપવામાં આવી હતી કે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular