Saturday, April 20, 2024
Homeરાજ્યગુજરાતજામનગરના નાગરિકને ઇજાઓનું વળતર રૂા.50 લાખ 63 હજાર

જામનગરના નાગરિકને ઇજાઓનું વળતર રૂા.50 લાખ 63 હજાર

- Advertisement -

જામનગરમાં વાહન અકસ્માતમાં ગંભીર ઇજા અંગે યુવાનને રૂપિયા પચાસ લાખનું વળતર ચૂકવવા વિમા કંપનીને હાઇકોર્ટે હુકમ કર્યો છે.

- Advertisement -

ભાવિન દ્વારકાદાસ વિઠલાણી નામનો યુવાન પોતાની સ્કૂટી પર બેસીને કાલાવડ રોડપર જતો હતો ત્યારે એક જીપના ચાલકે ઠોકર મારતા આ યુવાનને માથામાં ગંભીર ઇજા થયેલી અને હેમરેજ જેવી કાયમી ઇજાથી જીવનભર ખોડ રહી ગઇ હતી. આ ઇજાઓ અંગે આ યુવાનને વળતર વધારો મેળવવા વિમા કંપની રોયલ સુંદરમ એલાયન્સ ઇન્સ્યોરન્સ કાું.સામે ગુજરાત હાઇ કોર્ટમાં અપીલ દાખલ થઇ હતી.

આ અપીલની સુનાવણી થતા ઇજા પામનાર ભાવિન વિઠલાણીના એડવોકટ પ્રેમલ એસ.રાચ્છે રજૂઆત કરેલ કે જિંદગીભર કાયમી ખોડ રહેલ છે.જીવનભર દવા-સારવાર ચાલુ રાખવી પડશે. સુપ્રિમ કોર્ટે કાજલ વિરૂધ્ધ જગદીશચંદની અપીલમાં ઠરાવેલ કે જીવનભરની યાતના તથા દવા સારવાર-ખર્ચ પણ આપવો જોઇએ. ગુજરાત હાઇકોર્ટમાં આ અપીલ ચાલી જતાં હાઇકોર્ટે રોયલ સુંદર એલાયન્સ ઇન્સ્યોરન્સ કાું.ને રૂા.50,63,600 વળતર 2010માં કરેલ કેસની તારીખથી ચડત 9 ટકાના વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular