Saturday, July 25, 2026
Homeરાજ્યજામનગરજામનગર સિટી-એ ડિવિઝન સર્વેલન્સ ટીમની સરાહનીય કામગીરી....- VIDEO

જામનગર સિટી-એ ડિવિઝન સર્વેલન્સ ટીમની સરાહનીય કામગીરી….- VIDEO

વરસતા વરસાદ વચ્ચે ઝાડ કાપીને માર્ગ ખુલ્લો કરાવ્યો...

જામનગર શહેરના પવનચકી વિસ્તારથી ગ્રીન સિટી વચ્ચેનો માર્ગ પર ગત મોડી રાત્રે વરસતા વરસાદમાં એક મોટા ઝાડ પડી ગયા હતા અને સંપૂર્ણપણે રીતે રસ્તો બંધ થઈ ગયો હતો. તે અંગેની જાણકારી મળતાં સૌ-પ્રથમ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વલન્સ ટીમના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

- Advertisement -

ત્યારબાદ, વરસતા વરસાદ વચ્ચે સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા ઝાડની ડાળીઓને કાપીને જાતે જ મોટા દોરડાથી બાંધીને એક સાથે ડાળીઓ ખેંચીને સંપૂર્ણપણે રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. અડધી કલાકના જહેમત બાદ માર્ગ ખુલ્લો થયો હતો. તેથી સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular