Thursday, July 2, 2026
Homeરાજ્યજામનગરસિટી ‘C’ ડિવિઝન દ્વારા 21 મોબાઇલધારકોના ગૂમ થયેલ મોબાઇલ પરત - VIDEO

સિટી ‘C’ ડિવિઝન દ્વારા 21 મોબાઇલધારકોના ગૂમ થયેલ મોબાઇલ પરત – VIDEO

સિટી ‘C’ ડિવિઝન પોલીસે 21 મોબાઇલધારકોના ગૂમ થયેલ મોબાઇલ ફોન શોધી પરત કર્યા હતાં.

- Advertisement -

જામનગર જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા દ્વારા સામાન્ય નાગરિકોના ગૂમ થયેલ ફોનની તપાસમાં રહી મોબાઇલ શોધી પરત કરવા સૂચના આપી હોય, સિટી ‘C’ના પીઆઇ એન. બી. ડાભીના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમ બનાવી ગૂમ થયેલ મોબાઇલ શોધવા કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમ્યાન પો.કો. કૃષ્ણપાલસિંહ જાડેજાએ ટેકનિકલ સોર્સીસ તથા CEIR પોર્ટલ એપ્લીકેશનના આધારે ગત્ બે માસમાં કુલ રૂપિયા 10,17,083ની કિંમતના 56 મોબાઇલ ફોન તેમજ ફરીથી 21 મોબાઇલ ફોન સહિત કુલ 77 મોબાઇલ ફોન શોધી આપ્યાં હતાં અને તેરા તુજકો અર્પણ અંતર્ગત મૂળ માલિકોને મોબાઇલ ફોન પરત કર્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular