vijay rupani at dwarkadhish temple
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુપ્રસિદ્ધ તીર્થધામ દ્વારકા સ્થિત જગત મંદિરમાં ભગવાન દ્વારિકાધીશના ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કર્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ સાથે તેમના પત્ની અંજલિબહેન રૂપાણીએ પણ કાળિયા ઠાકોરને શીશ ઝુકાવી, દર્શન કર્યા હતા.
મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્ય વહેલી તકે કોરોના મુક્ત થાય અને સૌના આરોગ્ય સાથે સુખાકારી જળવાઈ રહે તેમજ ગુજરાત સતત નિરંતર વિકાસની રાહ પર અગ્રેસર બની રહે તેવી પ્રાર્થના ભગવાન દ્વારિકાધીશના ચરણોમાં કરી હતી. આ પ્રસંગે દ્વારકાધીશ મંદિરના ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રીનું સ્વાગત કરી, તેમને સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી.
vijay rupani at dwarkadhish temple
વધુ વાંચો
મળો છેલ્લા 11 વર્ષથી કૃષ્ણ ભક્તિમાં લીન એવા દ્વારકાના કલાકાર ને
દ્વારકાધીશનું જગત મંદિર કોણે બનાવ્યું હતું… જાણો જગત મંદિરનો ઈતિહાસ?
દ્વારકાધીશ મંદિર પર વીજળી પડી ત્યારે ભગવાન કૃષ્ણએ બતાવ્યો હતો આ મોટો ચમત્કાર, જાણીને દંગ રહી જશો