31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે 31 ડિસેમ્બરની ઠેર-ઠેર ઉજવણી થશે. જેના ભાગરૂપે પોલીસ દ્વારા કડક ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. ગઈકાલે મોડીરાત્રે ડીવાયએસપી વરૂણ વસાવા અને સિટી સી ડીવીઝનના પીઆઈ વાઘેલા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા શહેરમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સમર્પણ સર્કલ પાસે ડ્રિન્ક ઈન ડ્રાઈવ તેમજ વાહનોમાં બ્લેક કાચ, ગાડીઓના કાગળો સહિતનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને લઇ દારૂબંધીની અમલવારીના ભાગરૂપે પોલીસ દ્વારા ખાસ ચેકિંગ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વાહનચાલકો દ્વારા નશો કરીને વાહન ચલાવવામાં આવતું ન હોય તે માટે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને 31 ડિસેમ્બરને લઇ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન ચેકિંગ ચાલી રહ્યું છે.