Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરમુળ જામનગરના અને હાલ સુરતના ચાંગાણી પરિવારના અંગદાન થકી છ લોકોને જીવનદાન

મુળ જામનગરના અને હાલ સુરતના ચાંગાણી પરિવારના અંગદાન થકી છ લોકોને જીવનદાન

જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત દ્વારા 20મું અંગદાન કરાવાયું : પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર કરાયો

પટેલ સમાજના ચાંગાણી પરિવારના અનુદાન થકી છ લોકોને જીવનદાન મળ્યું હતું. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત દ્વારા 20મું અંગદાન કરાવવામાં આવ્યું હતું.

- Advertisement -

ગત તા.28-02-2025 ના રોજ રાત્રિના સમયે મૂળ જામનગરના હર્ષદપુરના અને હાલમાં સુરત રહેતા ચાંગાણી રણછોડભાઇ મનજીભાઇને ઊલટી-ઊબકાની ફરિયાદ સાથે તેમની તબિયત ખરાબ થતા તેઓનો પરિવારજનો દ્વારા પી પી સવાણી હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ફિઝીશયન ડો.જીગ્નેશ ગેંગડિયા તથા ન્યુરોસર્જન ર્ડા. મૌલિક પટેલ દ્વારા તેઓનો રીપોર્ટ કરાવી સારવાર શરૂ કરવામાં આવી હતી. 48 કલાકની સઘન સારવાર બાદ ન્યુરોસર્જન દ્વારા તા. 01/03/2025ના રોજ બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ દર્દીનું અંગદાન થઈ શકે તેમ હોવાથી ડો.જીગ્નેશ ગેંગડિયાએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરતના ફાઉન્ડર પી.એમ. ગોંડલીયા, વિપુલ તળાવિયા, ડો. નિલેશ કાછડીયાનો સંપર્ક કર્યો હતો.

આથી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ પી. પી. સવાણી હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને રણછોડભાઇના પરિવારના સભ્યોને મળ્યા હતા. રણછોડભાઇના બંને દીકરા અલ્પેશભાઈ અને હર્ષદભાઈ કરિયાણાની દુકાન ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, પરિવારમાં દર્દીના દીકરા, પત્નિ અને ભાઈઓ જોડે ચર્ચા કરવામાં આવી હતી. પરિવારના વિજયાબેન, અલ્પેશભાઈ, હર્ષદભાઈ , પરસોતમભાઈ, પોપટભાઈ, જમનભાઈ અને રસિકભાઈ ચાંગાણી, અનિલભાઈ ફળદુ અંગદાન અંગે સમજાવ્યા હતા. જેને લઇ રણછોડભાઇના પરિવારજનોએ અંગદાન માટેની તેયારી બતાવી હતી એમના પરિવારના સબંધીમાં ત્રણ વર્ષ અગાઉ ફળદુ પરિવારની એક દીકરીની અમદાવાદ ખાતે IKDRC માં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી હોય, તેમજ વધુમાં છ મહિના પહેલા IKDRC હોસ્પિટલમાં તળાવિયા પરિવારના દીકરાનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરી હોય આ પરિવાર અંગદાનનું મહત્વ સમજતા હતા. સ્વજનના અંગદાનથી કેટલા લોકોનું જીવન બચી શકે એ આ પરિવાર વિશેષ સમજી શકતા હોય. ચાંગાણી પરિવારના અન્ય મોભીઓ અને યુવાનો દ્વારા આ શ્રેષ્ઠદાનના કાર્યને સાથે રહીને હુંફ અને પ્રેરણાત્મક બળ પૂરું પાડ્યું હતું. વધુમાં એમના પરિવારે જણાવ્યું હતું કે આ શરીર જ્યારે પંચમહાભૂતમાં બળીને ખાખ થઈ જવાનું છે તો આપણે અંગદાન કરી અન્ય લોકો માટે નવજીવન આપી શકીએ. ચાંગાણી પરિવારે આવા સુંદર વિચારને સમય ના બગાડતાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ સાથે રણછોડભાઇના અંગોનું અંગદાન કરવાની સહમતી આપી હતી.

- Advertisement -

અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતી મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા પી. પી. સવાણી હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટોમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, પી. પી. સવાણી હોસ્પિટલ તથા ચાંગાણી પરિવારના સંયુક્ત પ્રયાસોથી અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી લીવર, બંને કીડની, એક હાથ અને બંને ચક્ષુના દાન દ્વારા છ લોકોને જીવનદાન મળ્યું છે.

ફરીદાબાદ અમ્રિતા હોસ્પિટલ દ્વારા એક હાથનું, અમદાવાદ ખાતે IKDRC હોસ્પિટલ દ્વારા લીવર, બંને કીડની તેમજ બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું.

- Advertisement -

અંગદાન માટેની આ પ્રક્રિયામાં પી. પી. સવાણી ગ્રુપના ચેરમેન વલ્લભભાઈ સવાણી (બાપુજી), જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ફાઉન્ડર પી.એમ.ગોંડલીયા, ડો.નિલેષ કાછડીયા, વિપુલ તળાવીયા, નીતિન ધમેલીયા, જસ્વીન કુંજડિયા, વૈજુલ વિરાણી, સંજય તળાવીયા, હાર્દિક ખીચડિયા , બિપિન તળાવીયા, સતીશ ભંડેરી, અલ્પેશ દૂધાત , વિજય સાવલિયા, દિક્ષિત ઈટાલીયા, મિલન રાખોલિયા, સતીશ તળાવીયા, અભિષેક સોનાણી, રોટરી કલબ ઓફ સુરત ઈસ્ટના પ્રેસિડન્ટ પ્રફુલ ચોડવડીયા, વિજય માંગુકિયા,રાહુલ સોરઠિયા, પી.પી.સવાણી હોસ્પિટલના વલ્લભભાઈ ચોથાણી, ડો.નિકુંજ કાત્રોડિયા, ડો.અનિલ તંતી, ડો. પૂનમ સાવલિયા, ડો.કેતન કાનાણી, ડો.શીતલ સુહાગિયા, ડો.શિવાની ડાંખરા, ડો.જલ્પા ડાવરિયા, ડો.ચિંતન ગોહિલ, ડો.સંજય કુકડીયા, ડો.પ્રીન્સી સવાણી, ડો. અલ્પા જીંજાળા , ઉમેશભાઈ મિશ્રા, નૈતિક સાવલિયા, દીક્ષિત ઈટાલીયા, તેમજ સમગ્ર હોસ્પિટલ સ્ટાફ અને ડોબરીયા પરિવારના સભ્યોના સહયોગથી આ અંગદાન કરવામાં આવ્યું હતું. દર્દી રણછોડભાઇના પત્નિ વિજયાબેન, મોટો પુત્ર અલ્પેશભાઇ, નાનો પુત્ર હર્ષદભાઇ પુત્રવધુ જયોત્સનાબેન અલ્પેશભાઇ તથા પૌત્ર ફેનિલ અલ્પેશભાઇના આ નિર્ણયથી છ લોકોને નવજીવન મળ્યું હતું.

તમામ ઓર્ગન સમયસર ટ્રાન્સપ્લાન્ટ કરનાર હોસ્પિટલ સુધી સમયસર પહોંચી શકે એ માટે ગુજરાત પોલીસ દ્વારા પી. પી. સવાણી હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી એક ગ્રીન કોરીડોર અને પી. પી. સવાણી હોસ્પિટલથી અમદાવાદ ઈંઊંઉછઈ હોસ્પિટલ સુધી બીજો ગ્રીન કોરિડોર કરી વિશેષ બંદોબસ્ત કરીને જહેમત ઉઠાવવામાં આવી હતી. અત્યાર સુધીમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, સુરતનાં પ્રયાસોથી 20 મું અંગદાન કરાવવામાં આવ્યું. જેના થકી અન્ય છ લોકોનાં જીવન દીપી ઉઠ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular