Saturday, December 21, 2024
Homeરાજ્યગુજરાતરાજયોની સરકારોને વીજળી ઉંચા ભાવે વેચવાની મનાઇ કરતી કેન્દ્ર સરકાર

રાજયોની સરકારોને વીજળી ઉંચા ભાવે વેચવાની મનાઇ કરતી કેન્દ્ર સરકાર

રાજયોને ઉંચા ભાવે વીજળી ખરીદવાની છૂટ કે કેમ? : તે અંગે કોઇ નિર્દેશ અપાયો નથી

- Advertisement -

- Advertisement -

કોલસાની અછતથી તોળાતા દેશમાં વીજ સંકટના ઓથાર વચ્ચે દેશના વીજળી મંત્રાલયે ચેતવણીભર્યા સ્વરે જણાવ્યું હતું કે, ઉંચી કિંમત પર વિજળી વેંચનાર રાજયોને પુરવઠો બંધ કરી દેવાશે. સરકારના બે અધિકારીઓએ એક અહેવાલમાં કહ્યું હતું કે, મંગળવારે ખાસબેઠક યોજાઇ હતી. કોલસાનો પુરવઠો વધારીને દરરોજ વીસ લાખ ટનથી વધુ કરવાના લક્ષ્ય સાથે પ્રયાસો હાથ ધરાઇ રહ્યા છે.

બેઠકમાં વીજળી સચિવ આલોકકુમાર અને કોલસાસચિવ એ.કે.જૈને કોલસા અને વીજળીની ઉપલબ્ધતા અંગે પુરી જાણકારીઆપીહતી. લગભગ બે તૃતિયાંશ કોલસા આધારિત વીજઘરોમાં એક સપ્તાહ કે તેથી પણ ઓછો ઇંધણ ભંડાર બચ્યો છે. જો કે, કોલસા મંત્રાલયે વીજ પુરવઠા વિતરણમાં કોઇપણ જાતના વિધ્નની વાતને ખોટી ગણાવી હતી.

- Advertisement -

દેશમાં કોલસાની અછતના પગલે વિવિધ રાજયોમાં વીજકાપ પણ મૂકાયો છે. ભારતમાં કુલ ઉર્જા ઉત્પાદનમાં કોલસા આધારિત વીજસંયંત્રોની હિસ્સેદારી 70 ટકા જેટલી છે. દરમ્યાન, એક કાર્યક્રમમાં કેન્દ્રિય કોલસા પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, સરકાર વીજળી ઉત્પાદકોની કોલસાની માંગ પુરી કરવા પ્રયાસ કરી રહી છે. કેન્દ્રીય વીજળી મંત્રાલયે વીજ સંકટ દૂર કરવા જારી કરેલા નિર્દેશોમાં વીજળી ભાવ વધારીને વેંચવાની સ્પષ્ટ મનાઇ કરી દીધી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular