Monday, January 6, 2025
Homeરાજ્યજામનગરપુરૂષોત્તમજી મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

પુરૂષોત્તમજી મંદિરે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

- Advertisement -

છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં હાલમાં પવિત્ર પુરૂષોત્તમ માસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. જામનગર શહેરમાં ચૌહાણફળી વિસ્તારમાં આવેલ ચૌહાણફળી ખવાસ જ્ઞાતિ સંચાલિત ભગવાન પુરુષોત્તમજીના મંદિરમાં પુરૂષોત્તમ માસની ઉજવણી થઇ રહી છે. જેમાં દરરોજ ભગવાનને વિવિધ શણગાર, મહાઆરતી, કથા, વાર્તા સહિતના આયોજનો થઇ રહ્યા છે.

- Advertisement -

ગઇકાલે અહીં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરુપે મથુરા કારાવાસના દર્શન યોજાયા હતાં. તેમજ સાંજના સમયે શ્રીકૃષ્ણ જન્મોત્સવ અંતર્ગત મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મટકીફોડ કાર્યક્રમમાં આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ આ તકે જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા, જામનગર દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર બિનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઇ કગથરા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ બામભણિયા, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, કોર્પોરેટરો ક્રિષ્નાબેન સોઢા, ધર્મિષ્ઠાબેન સોઢા (બારડ), નિલેશભાઇ કગથરા, ધીરેનભાઇ મોનાણી, પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન તથા ચૌહાણફળી ખવાસ જ્ઞાતિના પ્રમુખ આકાશભાઇ બારડ, મંત્રી કેતનભાઇ ઝાલા, ઉપપ્રમુખ રમણિકભાઇ બારડ સહિતના જ્ઞાતિના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular