Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારજોડીયા તાલુકાના પશુપાલકના 86 ઘેટા બકરાનું મરણ થતાં સહાય ચૂકવાઇ

જોડીયા તાલુકાના પશુપાલકના 86 ઘેટા બકરાનું મરણ થતાં સહાય ચૂકવાઇ

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જીરાગઢ ગામના પશુપાલક શરી દેવાભાઈ ગમારાને ચેક અર્પણ કરાયો

- Advertisement -

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જીરાગઢ ગામમાં રહેતા પશુપાલક દેવાભાઈ ગમારાના ઘેટા વર્ગના 69 તેમજ બકરા વર્ગના 17 મળીને કુલ ઘેટા બકરા વર્ગના 86 પુખ્ત પશુઓનું તા.21-1-2024ના રોજ મૃત્યુ થયું હતું. પશુપાલક દ્વારા પશુ ચિકિત્સા અધિકારી જોડિયા સમક્ષ કાર્યવાહી કરવા અને સહાય ચૂકવવા બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેના અનુસંધાને મૃત પશુઓના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 86 પશુઓના મરણ જંગલી કૂતરાના બીકના લીધે ગભરામણથી થયેલ હોવાનું પ્રસ્થાપિત થયું હતું.

- Advertisement -

પશુપાલકને આ કપરા સમયમાં મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ મૃત પશુદીઠ રૂ.1650 લેખે કુલ રૂ.1,41,900ની સહાય ચૂકવવામાં આવી છે. જેનો ચેક રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ મેયબેન ગરચર દ્વારા પશુપાલકને અર્પણ કરી મંત્રીએ સંવેદના વ્યક્ત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular