ઈસરોના મિશન ચંદ્રયાન-3 ની ચંદ્રની સપાટી પર સફળ લેન્ડીંગની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર શહેરમાં જામનગર બાર એસોસિએશન દ્વારા લાલ બંગલા સર્કલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરતભાઈ સુવા, ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા, સેક્રેટરી મનોજ ઝવેરી સહિતના હોદ્ેદારો તથા સભ્યો તેમજ વકીલોએ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહી ફટાકડા ફોડી મોં મીઠા કરાવી ઉજવણી કરી હતી.