Wednesday, November 13, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં યોગ દિવસની ઉજવણી

જામનગરમાં યોગ દિવસની ઉજવણી

જામનગરના લાખોટા તળાવ, ધનવંતરી મેદાન અને અજીતસિંહ ક્રિકેટ મેદાનમાં યોગ દિવસની ઉજવણી : ધારાસભ્ય, ડે.મેયર, સ્ટે. ચેરમેન સહિતના આગેવાનોએ યોગ કર્યા

- Advertisement -

સમગ્ર વિશ્વમાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની જાહેરાત કર્યા બાદ 2015થી આ દિવસની યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સંસ્કૃત્તિનું મુળ યોગને સમગ્ર વિશ્વ ફલક સુધી પહોંચાડયું યોગ એટલે જોડાવુ, મનને કાબુમાં રાખવુ અને વૃત્તિઓથી મુક્ત થવું એ યોગ છે. ત્યારે જામનગર ખાતે પણ ઠેર-ઠેર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગરના અજીતસિંહ ક્રિકેટ મેદાનનમાં જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાયાની સાથે સાથે જામનગર મહાનગરપાલિકા દ્વારા લાખોટા તળાવની પાળે ગેઇટ નંબર-1 પાસે પણ શહેર કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, જામનગર મહાનગરપાલિકાના શાસક જૂથના નેતા આશિષભાઈ જોશી, દંડક કેતનભાઇ નાખવા તેમજ અન્ય કોર્પોરેટરો તથા નગરના અગ્રણીઓ સહિતના મહાનુભાવો જોડાયા હતા અને યોગાભ્યાસ કર્યો હતો. જામનગર જિલ્લા યોગ કો. ઓર્ડીનેટર હર્ષિતા મહેતાની આગેવાનીમાં અન્ય સાધકો દ્વારા યોગાભ્યાસ કરાવાયા હતા.

- Advertisement -

આ ઉપરાંત જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આયુર્વેદિક યુનિવર્સિટી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ, દેશ વિદેશના નાગરિકો પણ આ યોગ અભ્યાસના કાર્યક્રમમાં જોડાયા હતા અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular