રાજકોટ-જામનગર ધોરીમાર્ગ પર જાયવા ગામના પાટીયા નજીક બે ક્રેટા કાર અથડાતા અકસ્માતમાં ક્રેટા ચાલકનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, ધ્રોલમાં ખારવા રોડ પર રહેતાં હિતેશભાઈ ભોજાણી નામનો પટેલ યુવાન મંગળવારે મધ્યરાત્રિના સમયે તેની જીજે-10-ડીઈ-5887 નંબરની કારમાં રાજકોટ-જામનગર ધોરીમાર્ગ પર જાયવા ગામના પાટીયા આગળથી પસાર થતો હતો ત્યારે પાછળથી પૂરઝડપે બેફીકરાઈથી આવતી જીજે-10-સીજી-7447 નંબરની ક્રેટા કારના ચાલક કાનાભાઈ માંડણભાઈ સુવાએ તેની કાર આગળ જતી હિતેશ ભોજાણીની કાર સાથે ઠોકર મારી હડફેટે લેતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારચાલક કાનાભાઈ સુવા નામના યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ કરાતા પીએસઆઈ એમ.આર. સવસેટા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતક કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.