Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગર ખાતે કેન્ડોર આઈ.વી.એફ. સેન્ટરનું ઉદઘાટન થશે

Video : જામનગર ખાતે કેન્ડોર આઈ.વી.એફ. સેન્ટરનું ઉદઘાટન થશે

ઉદઘાટન પ્રસંગે ‘અનુપમા’ સીરીયલના ‘લીલાબા’ ખાસ ઉપસ્થિત રહેશે

- Advertisement -

વિજ્ઞાન અને ખાસ કરીને તબીબી વિજ્ઞાનને પ્રગતિઓ ચમત્કારથી ઓછી નથી હોતી. તબીબી વિજ્ઞાન સતત અશકય ને શકય બનાવવા કાર્યરત હોય છે. જામનગર, દ્વારકા, પોરબંદરના લોકો માટે આશાનું એક નવું કિરણ જામનગર ખાતે નિષ્ણાંત અને નામાંકિત તબીબો લાવી રહ્યા છે. આગામી તા.21/1 ના રોજ કેન્ડોર આઈવીએફ સેન્ટરનો શુભારંભ થવા જઈ રહ્યો છે.

- Advertisement -

વર્ષોથી જામનગરમાં પોતાનું ખાસ સ્થાન બનાવનાર ડો. દિપક ભગદે, દિપ્તી વ્યાસ, ડો. નીતા માંઢાઇ સાતા, ડો. દિપલ ભાલોડિયા અને ડો. આનંદ ભગદે જામનગર ખાતે આ આધુનિક સુવિધા આપવા માટે સહયોગ મળ્યો નવ યુવાન ડો. નિઝરિણી મહેતાનો અને ગુજરાતના તેમજ મહારાષ્ટ્રના કુલ 8 વિવિધ સ્થળોએ સફળતાથી કાર્યરત એવા કેન્ડોર આઈવીએફના ડો. જયદેવ અને ડો. જુહી ધામેલિયાના આ તમામ ડોકટરર્સને સહિયારા પ્રયાસથી બહારગામના દર્દીઓને પણ સરળતા રહે તે રીતે એસ.ટી. સ્ટેન્ડ થી નજીક બેંક ઓફ બરોડાની પાછળ અત્યાધુનિક કેન્ડોર આઈવીએફ સેન્ટર જામનગર ખાતે પોતાની સેવા શરૂ કરશે.

- Advertisement -

કેન્ડરો ખાતે 3ડી-4ડી સોનોગ્રાફી મશીન, કોમ્પ્યુટરની મદદ વડે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સજ્જ, સીમેનનું પૃથ્થકરણ કરતું ઈઝરાયેલ કંપનીનું મશીન, સ્ત્રી બીજનું પૃથ્થકરણ કરી ફલીનીકરણ થાય તે માટેના આધુનિક માઈક્રોસ્કોપ તથા ફલલીનીકરણ માટેનું શ્રેષ્ઠ સાધન આઈસીએસઆઇ માઈક્રોમેનીટયુલેટર મશીન જેવી સુવિધા પ્રાપ્ત થશે. કેન્ડોરના ઉદઘાટન સંદર્ભે યોજાયલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું કે, 21/01/2024 ના ઉદઘાટન પ્રસંગે મુંબઇથી ખૂબ પ્રખ્યાત કલાકાર અલ્પાબેન બુચ કે જેમને બધા અનુપમા સીરીયલના ‘લીલાબા’ તરીકે ઓળખે છે. તેઓ ખાસ ઉપસ્થિત રહેશે.

આ તકે ઓપ્થેલ્મોલોજીસ્ટ ડો. અમિત મહેતા, ગાયનેકોલોજીસ્ટસ એવા ડો. દિપક ભગદે, ડો. દિપ્તી વ્યાસ, ડો. નીતા માંઢાઇ સાતા, ડો. દિપલ ભાલોડિયા, ડો. નીઝરીની મહેતા, ડો. આનંદ ભગદે જેવા જામનગરના જાણીતા ડોકટર્સ હાજર રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular