તાજેતરમાં ગુજરાતના મંત્રીમંડળમાં નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નવનિયુકત કેબીનેટ મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ આજરોજ જામનગર જિલ્લા ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી હતી. કલેકટર કચેરી ખાતે બેઠકમાં ઉપસ્થિત રહ્યા બાદ તેઓ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતાં. આ તકે જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનોદભાઇ ભંડેરી, સાંસદ પૂનમબેન માડમ, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી મંત્રીને આવકાર્યા હતાં. આ તકે પ્રભારી મંત્રી દ્વારા જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીઓ સાથે ચર્ચા-વિચારણા કરી હતી.
View this post on Instagram


