Monday, November 4, 2024
Homeબિઝનેસભારતીય શેરબજારમાં અફડા તફડી સાથે તેજી તરફી માહોલ...!!

ભારતીય શેરબજારમાં અફડા તફડી સાથે તેજી તરફી માહોલ…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૨.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૧૩૨૯.૦૮ સામે ૫૧૩૫૫.૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૦૮૪૬.૨૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૬૬.૬૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૯.૬૯ પોઈન્ટના ઘટાડા સાથે ૫૧૩૦૯.૩૯ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૫૧૦૫.૭૫ સામે ૧૫૧૦૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૪૯૮૪.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૬.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૫.૫૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૫૧૬૧.૨૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત ઉછાળા સાથે થઈ હતી. કેન્દ્રિય બજેટથી શરૂ થયો તેજીનો નવો દોર પૂરો થતો જોવા મળી રહ્યો છે. સતત છ દિવસથી ચાલી રહેલી જબરદસ્ત તેજી ગઇકાલે ટ્રેડિંગ સેસનના અંતિમ તબક્કામાં એકાએક રોકાણકારોની નવેસરથી શરૂ થયેલી નફારૂપી વેચવાલીના કારણે અટકી ગઇ હતી અને આજે પણ સતત બીજા દિવસે પ્રોફિટ બુકિંગના કારણે ભારતીય શેરબજાર ભારે બે તરફી તફડાતફડી બાદ સામાન્ય ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

- Advertisement -

બજેટમાં કરાયેલી અનેક જોગવાઈઓ દેશના અર્થતંત્રને ફરી પટરી પર લાવવાની દિશામાં અને કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરીને સુધારવામાં મદદરૂપ કરવામાં આવ્યાની પોઝિટીવ અસરે ફોરેન ફંડોએ રોજબરોજ શેરોમાં અવિરત ખરીદી ચાલુ રાખીને ઐતિહાસિક તેજી સાથે સેન્સેક્સ, નિફટીને ફ્યુચરને દરરોજ નવા શિખરે મૂકવાનું ચાલુ રાખ્યા બાદ ભારતીય શેરબજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. કોરોના કાળમાંથી વિશ્વ બહાર આવી રહ્યું હોઈ હવે કોરોનાને લઈ લાંબા સમયથી મોટી તેજી બતાવનારા શેરોમાં પ્રોફિટ બુકિંગ કરીને નફો બુક કરતાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૭૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર એફએમસીજી, ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રીયલ, ટેલિકોમ, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ, પાવર અને ટેક શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૧૨૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૯૬ અને વધનારની સંખ્યા ૧૪૬૬ રહી હતી, ૧૬૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૨૪૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૨૯૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતીય શેરબજારમાં સતત આગેકૂચ ચાલુ રહી છે. એફઆઈઆઈની જંગી ખરીદીને પગલે સેન્સેકસ અને નિફ્ટી ફ્યુચરે ઐતિહાસિક ટોચ બનાવી છે. વેક્સિનેશન પ્રોગ્રામમાં મળેલી સફળતાને કારણે પણ બજાર સતત વધી રહ્યું છે, પરંતુ અગાઉ પણ તેજીના તબક્કામાં કરેક્શન જોવા મળ્યાં છે. એમ આ વખતે પણ પોઝિટીવ પરિબળોની સાથે સાથે શેરોમાં ઉછાળે તેજીનો વેપાર પણ હળવો થવાની પૂરી શકયતાએ ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. ઉપરાંત આગામી દિવસોમાં કંપનીઓની આવક અને અર્થતંત્રમાં સુધારા માટે સરકારના પગલા અને નાણાંનીતિ મહત્ત્વની ભૂમિકા ભજવશે.

વૈશ્વિક મોરચે ૧૨,ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ અમેરિકા અને ચાઈનાના જાન્યુઆરી મહિના માટેના ફુગાવાના જાહેર થનારા આંક અને સ્થાનિક સ્તરે પણ આ જ દિવસે ભારતના ડિસેમ્બર મહિના માટેના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્વિના જાહેર થનારા આંક, ઉપરાંત જાન્યુઆરી મહિના માટેના ફુગાવાના જાહેર થનારા આંક પર ભારતીય શેરબજારની નજર રહેશે. આ સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના સતત થઈ રોકાણ પ્રવાહ પર નજર સાથે કોરોના મામલે વેક્સિનેશનના ડેવલપમેન્ટ તેમજ આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકી ડોલર સામે રૂપિયા સહિતની મૂલ્યમાં વધઘટ અને વૈશ્વિક બજારોની ચાલ પર ભારતીય શેરબજારની નજર રહેશે.

તા.૧૧.૦૨.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૧૦.૦૨.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૫૧૬૧ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૫૦૮૮ પોઈન્ટના પ્રથમ અને ૧૫૦૦૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૫૨૦૨ પોઈન્ટ થી ૧૫૨૭૨ પોઈન્ટ ૧૫૩૦૩ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૫૨૦૨ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૧૦.૦૨.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૬૦૦૩ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૫૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૫૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૬૨૬૦ પોઈન્ટ થી ૩૬૩૭૩ પોઈન્ટ, ૩૬૪૦૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • લાર્સન & ટૂબ્રો ( ૧૫૫૮ ) :- કન્સ્ટ્રક્શન & ઇજનેરી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૩૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૧૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૭૭ થી રૂ.૧૫૮૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૫૯૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ટેક મહિન્દ્ર ( ૯૮૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૬૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૯૪૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૯૯૪ થી રૂ.૧૦૦૩ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • સિપ્લા લિમિટેડ ( ૮૬૮ ) :- રૂ.૮૪૮ નો પ્રથમ તેમજ રૂ.૮૩૮ ના બીજા સપોર્ટથી ફાર્મા રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૯૩ થી રૂ.૯૦૯ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ટાટા સ્ટીલ ( ૬૯૫ ) :- સ્ટીલ / ઇન્ટરમ.પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૦૭ થી રૂ.૭૧૭ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • બાયોકોન લિમિટેડ ( ૪૧૦ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૯૩ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બાયોટેકનોલોજી આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૨૨ થી રૂ.૪૩૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • બાટા ઈન્ડિયા ( ૧૫૭૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફૂટવેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૯૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૫૬૦ થી રૂ.૧૫૪૪ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૬૦૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ગોદરેજ પ્રોપર્ટી ( ૧૪૬૯ ) :- રૂ.૧૪૮૮ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૪૯૭ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૪૪૭ થી રૂ.૧૪૩૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૫૦૮ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૯૧૭ ) : કાર & યુટિલિટી વિહિકલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૩૯ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૦૨ થી રૂ.૮૯૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • એક્સિસ બેન્ક ( ૭૩૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૬૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૨૨ થી રૂ.૭૦૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૭૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સન ફાર્મા ( ૬૩૪ ) :-૬૫૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૬૨૨ થી રૂ.૬૧૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૬૭ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular