Wednesday, June 19, 2024
Homeરાષ્ટ્રીયલોકસભામાં હોબાળા વચ્ચે પ્રધાનમંત્રીનું સંબોધન

લોકસભામાં હોબાળા વચ્ચે પ્રધાનમંત્રીનું સંબોધન

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ પર લોકસભામાં જવાબ આપ્યો હતો. તેઓએ કહ્યું કૃષિ કાયદાની વાત કરતા કહ્યું, ’આ કોરોના કાળમાં 3 કૃષિ કાયદાઓ પણ લાવવામાં આવ્યા. આ કૃષિ સુધારા માટે ઘણું જ જરૂરી છે. વર્ષોથી આપણાં કૃષિ ક્ષેત્રે પડકારો જ જોવા મળતા હતા, અમે તેમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. ભવિષ્યના પડકારો સામે આપણે અત્યારથી તૈયાર રહેવું પડશે. હું જોઈ રહ્યો હતો કે અહીં કોંગ્રેસના સાથીઓએ ચર્ચા કરી કે તેઓ કાયદાના કલરને લઈને ચર્ચા કરી રહ્યાં હતા. બ્લેક છે કે વ્હાઈટ. સારું હોત જો તેઓ ક્ધટેન્ટ પર, તેના ઈન્ટેન્ટ પર ચર્ચ કરતા કે જેથી દેશના ખેડૂતો સુધી યોગ્ય વાત પહોંચી શકી હોત. દાદા (અધીર રંજન ચૌધરી)એ પણ ભાષણ આપ્યું અને થયું કે તેઓ ઘણો અભ્યાસ કરીને આવ્યા હશે. પરંતુ વડાપ્રધાન બંગાલની યાત્રા કેમ કરી રહ્યાં છે, તેઓ તે વાતમાં જ રચ્યાપચ્યા રહ્યાં.

- Advertisement -

વડાપ્રધાને વધુમાં કહ્યું કે, જયાં સુધી આંદોલનનો સવાલ છે, તો તેઓ ખોટી માન્યતાઓનો શિકાર બન્યાં છે. આ તકે વિપક્ષી સભ્યો એ હોબાળો મચાવ્યો હતો ત્યારે પ્રધાનમંત્રીએ કહ્યું, મારું ભાષણ પૂરું થાય તે પછી આ બધું કરજો, તમને તક મળી હતી.

મોદીએ કહ્યું કે સતત ખેડૂતો સાથે વાતચીત થઈ રહી છે. જ્યારે પંજાબમાં આંદોલન ચાલી રહ્યું હતું, ત્યારે પણ ચર્ચાઓ થઈ. વાતચીતમાં ખેડૂતોી શંકાઓ શોધવાનો પણ ઘણો જ પ્રયાસ કરવામાં આવ્યો. કૃષિ મંત્રીએ આ અંગે જણાવ્યું પણ છે. અમે માનીએ છીએ કે આમાં સાચે જ કોઈ ઉણપ છે તો તેમાં ફેરફાર કરવામાં શું વાંધો છે. જો કોઈ નિર્ણય છે તો તે ખેડૂતો માટે છે. અમે રાહ જોઈ રહ્યાં છીએ કે તેઓ કોઈ સ્પેસિફિક વાત જણાવે તો અમને કોઈ જ સંકોચ નથી.
ટીઆર બાલુ વિરોધ કરવા લાગ્યાં તો મોદીએ કહ્યું, અધ્યાદેશથી કાયદો લાગુ થયો, પછી સંસદમાં આવ્યો. કાયદો લાગુ થયા બાદ દેશમાં કોઈ મંડી બંધ થઈ નથી, ન તો MSP બંધ થઈ છે. આ સત્ય છે, જેને છુપાવવાનો કોઈ અર્થ જ નથી. MSP ની ખરીદી પણ કાયદો બનાવવામાં આવ્યા બાદ વધી છે. મોદીએ આ કહેતાં જ જોરદાર હોબાળો થવા લાગ્યો. જેના પર સ્પીકરે મધ્યસ્થી કરવી પડી. તેઓ સીટ પરથી ઊભા થઈ ગયા અને કહ્યું કે મેં તમામને પર્યાપ્ત સમય આપ્યો છે. વડાપ્રધાનનો જવાબ સાંભળો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular