Thursday, September 19, 2024
Homeરાજ્યદ્વારકાના યુવાનને પ્લોટ ખાલી કરવાનું કહી, મરી જવા મજબૂર કરતા બે શખ્સો...

દ્વારકાના યુવાનને પ્લોટ ખાલી કરવાનું કહી, મરી જવા મજબૂર કરતા બે શખ્સો સામે ફરિયાદ

- Advertisement -

દ્વારકાના આવળપરા વિસ્તારમાં રહેતા 35 વર્ષીય એક હિન્દુ વાઘેર યુવાને બે દિવસ પૂર્વે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતાં આ બનાવ અંગે મૃતકના પત્નીએ બે શખ્સો સામે પોતાના પતિને મરી જવા માટે મજબૂર કર્યાની ધોરણસર ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાવી છે.

- Advertisement -

આ સમગ્ર બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ દ્વારકાના આવળપરા વિસ્તારમાં રહેતા વિરમભા કારાભા માણેક નામના 35 વર્ષીય હિન્દુ વાઘેર યુવાનનો નિષ્પ્રાણ ગત તા. 8 ના રોજ ચરકલા રોડ ઉપર આવેલી એક ધર્મશાળા હોટલના ત્રીજા માળના રૂમમાંથી મળી આવ્યો હતો.

આ યુવાન દ્વારા ગળાફાંસો ખાઈને પોતાની જિંદગી ટૂંકાવી લેતા આ સમગ્ર પ્રકરણ અંગે મૃતકના પત્ની મંજુબેન વિરમભા માણેક (ઉ.વ 33) એ આ જ વિસ્તારમાં રહેતા રમેશભા બાલુભા સુમણીયા તથા મિયાભા સોમભા માણેક સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી રમેશભા સુમણીયા તથા મીયાભા માણેક દ્વારા મૃતક વિરમભાના કબજામાં રહેલા પ્લોટને ખાલી કરી નાખવા માટે તેઓ દ્વારા અવાર નવાર દબાણ કરી તેમને ગાળો કાઢી અને ધમકી આપવામાં આવતી હતી. આરોપી દ્વારા “તું અમારો પાળેલો કૂતરો છો. તને અમે તથા મારા બાપુજીએ ધંધો-રોજગાર કરી આપેલ છે અને તું અમારા હિસાબે નભે છે. તેવા અપમાનજનક શબ્દો કહી, અને અવાર-નવાર પ્લોટ ખાલી કરી નાખવા ધાકધમકીઓ આપી અને હેરાન પરેશાન કરવામાં આવતો હતો. આ ત્રાસથી કંટાળીને મંજુબેનના પતિ વિરમભા માણેકએ ગળાફાંસો ખાઈ લીધો હોવાનું વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે બન્ને શખ્સો સામે આઇ.પી.સી. કલમ 306 તથા 114 મુજબ ગુનો નોંધી, અહીંના ડીવાયએસપીના વડપણ હેઠળ આગળની તપાસ સ્થાનિક પી.આઈ. પી.બી. ગઢવી દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular