Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયમમતા બેનર્જીના કયા અંગત ગુજરાતી સાથીદારે પક્ષ છોડયો?

મમતા બેનર્જીના કયા અંગત ગુજરાતી સાથીદારે પક્ષ છોડયો?

- Advertisement -

પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીને મોટો ઝાટકો વાગ્યો છે. TMCના રાજ્યસભાના સાંસદ અને મમતા બેનર્જીના અંગત ગણાતા દિનેશ ત્રિવેદીએ ગૃહની કાર્યવાહી દરમિયાન રાજીનામું આપી દીધું છે. તેમણે મમતા બેનર્જી પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે મારા રાજ્યમાં હિંસા થઈ રહી છે અને હું કંઈ નથી કરી શકતો. અહીં આપણે લોકો એ અંગે કંઈ વાત નથી કરતા.

- Advertisement -

દિનેશ ત્રિવેદી ગુજરાતથી રાજ્યસભાની ચૂંટણી લડી શકે છે. તેઓ ઝખઈ માંથી રાજીનામું આપી ચૂક્યા છે, પણ હાલ તેમના તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી. અટકળો પ્રમાણે 14 તારીખે ત્રિવેદી ભાજપમાં જોડાઈ શકે છે.

કોલકાતામાં મોદીની હાજરીમાં ભાજપમાં જોડાય એવી પણ શક્યતાઓ છે. ગુજરાતમાં બે રાજ્યસભા બેઠકોની ચૂંટણી યોજાવાની છે. 1લી માર્ચે ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠક માટે ચૂંટણી છે. આ બંને બેઠક અભય ભારદ્વાજ અને અહેમદ પટેલના નિધનથી ખાલી પડી છે. રાજ્યસભા સાંસદ પછી દિનેશ ત્રિવેદીને મંત્રી બનાવવાની શક્યતાઓ છે. તેમને રેલવે કે નાણાં મંત્રાલય સોંપાય એવી પણ સંભાવનાઓ છે.

- Advertisement -

ત્રિવેદીએ શરૂઆતમાં કહ્યું હતું કે દરેક મનુષ્યના જીવનમાં એક સમય આવે છે, જ્યારે તેને અંતરાત્માનો અવાજ સંભળાય છે. મારા જીવનમાં પણ આવો સમય આવ્યો છે. હું અહીં બેસીને વિચારી રહ્યો હતો કે આપણે રાજકારણમાં કેમ આવીએ છીએ. દેશ માટે આવીએ છીએ. સૌથી સર્વોપરિ દેશ હોય છે. બે દિવસ પહેલાં વડાપ્રધાન અને ગુલામ નબી આઝાદ પણ દેશ માટે પોતાની ભાવના વ્યક્ત કરી રહ્યા હતા. એક સત્તા પક્ષ અને એક વિપક્ષ હતો. જ્યારે રેલવેમંત્રી હતો, એ દિવસે પણ મારા જીવનમાં આવો સમય આવ્યો હતો. જ્યારે નિર્ણય કરવો પડ્યો હતો કે દેશ મોટો છે, પક્ષ મોટો છે કે પછી તમે પોતે મોટા છો.

તેમણે કહ્યું હતું કે જે રીતે મારા પ્રાંતમાં હિંસા થઈ રહી છે; મને અહીં બેઠાં બેઠાં ખરાબ લાગી રહ્યું છે. આપણે એ પ્રાંતમાંથી આવીએ છીએ, જ્યાંથી રવીન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ, ખુદીરામ બોઝ આવે છે. આપણે સૌ જન્મભૂમિ માટે જ છીએ. એટલા માટે મારાથી આ જોઈ શકાતું નથી. હું એક પાર્ટીમાં છું અને એના અમુક નિયમો છે, પણ મારો હવે દમ ઘૂંટાઈ રહ્યો છે કે હું કંઈ નથી કરી શકતો. તો આ તરફ બંગાળમાં અત્યાચાર વધી રહ્યો છે. મારા આત્માનો અવાજ એવું કહી રહ્યો છે કે અહીં બેઠાં બેઠાં ચૂપચાપ રહો અને કંઈ ન કરી શકો તો અહીંથી રાજીનામું આપી દો. હું બંગાળ માટે આગળ કામ કરતો રહીશ.

- Advertisement -

તેમના સાંસદ દિનેશ ત્રિવેદીના રાજીનામા અંગે TMCના સાંસદ સુખેન્દુ એસ. રોયનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે તૃણમૂલનો અર્થ ગ્રાસરૂટ છે. ત્રિવેદીના રાજીનામાથી એક તક મળી છે કે આપણે આપણા ગ્રાસરૂટ લેવલના કોઈ કાર્યકર્તાને રાજ્યસભામાં મોકલી શકીએ છીએ.

બંગાળમાં છેલ્લા બે મહિનાની અંદર 11 TMC નેતાએ ભાજપનો હાથ પકડ્યો છે. TMCને છોડીને ભાજપ જોઈન કરવાનો સિલસિલો 19 ડિસેમ્બરથી વધી ગયો છે. જ્યારે શુભેન્દુની સાથે સાથે સાંસદ સુનીલ મંડલ, પૂર્વ સાંસદ દશરથ તિર્કી અને 10 ધારાસભ્ય ભાજપમાં જોડાયા હતા.

ત્રિવેદીનો જન્મ ગુજરાતના એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે હિમાચલપ્રદેશની એક બોર્ડિંગ સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ લીધું હતું. ત્યાર પછી કોલેજના અભ્યાસ માટે કોલકાતા ગયા, જ્યાં તેમણે સેન્ટ ઝેવિયર્સ કોલેજથી કોમર્સમાં ગ્રેજયુએશન કર્યું. ત્રિવેદી ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ પણ ગયા, તેમણે ટેક્સાસ વિશ્વવિદ્યાલયથી MBA કર્યું છે. તેમની પાસે કોમર્શિયલ પાઇલટનું લાઈસન્સ પણ છે.

દિનેશ ત્રિવેદીની રાજકીય સફર ત્રિવેદીની રાજકીય સફરની શરૂઆત 1980ના સમયમાં કોંગ્રેસથી થઈ હતી, પણ 1998માં જ્યારે મમતા બેનર્જીએ તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી તો તેઓ પણ માં જોડાઈ ગયા અને તેમને પાર્ટીના પહેલા મહાસચિવ બનાવાયા હતા. TMCમાં આવતાં પહેલાં તેઓ 1990થી 96 સુધી ગુજરાતથી રાજ્યસભા સભ્ય હતા. ત્યાર પછી TMCએ પશ્વિમ બંગાળથી તેમને રાજ્યસભામાં મોકલ્યા અને તેઓ 2002થી 2008 સુધી સાંસદ તરીકે રહ્યા.

2009ની લોકસભા ચૂંટણીમાં દિનેશ ત્રિવેદી બેરકપુર બેઠક પરથી લડ્યા અને જીત્યા હતા. 2009માં તેમને કેન્દ્રમાં રાજ્યમંત્રી બનાવાયા હતા. મમતા બેનર્જીના સીએમ બન્યા પછી દિનેશ ત્રિવેદીને 13 જુલાઈ 2011ના રોજ દેશના રેલવેમંત્રી બનાવાયા હતા. જોકે એક વર્ષ પછી મમતા બેનર્જીએ રેલવે બજેટમાં યાત્રી ભાડું વધારવાના દિનેશ ત્રિવેદીના નિર્ણયના વિરોધમાં તેમને રેલવેમંત્રીપદ પરથી હટાવી દીધા હતા. તૃણમૂલ કોંગ્રેસના દિગ્ગજ નેતા દિનેશ ત્રિવેદી 2011થી 2012 સુધી કેન્દ્ર સરકારમાં રેલવેમંત્રી રહ્યા. વર્ષ 2009માં પહેલી વખત બૈરકપુરથી TMCના લોકસભા સાંસદ બન્યા. વર્ષ 2006 દરમિયાન જ્યારે મમતા બેનર્જીનો રાજકીય ગ્રાફ નીચે ગગડ્યો ત્યારે ત્રિવેદી જ તેમની સાથે ઊભા રહ્યા હતા.

ગુરુવારે જ ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળની મુલાકાતે ગયા હતા. અહીં તેમણે ઠાકુરનગરમાં રેલીને સંબોધિત કરતાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પ્રહાર કર્યા હતા. તેમણે નાગરિકતા સંશોધન કાયદા લાવવાની વાત પણ કહી હતી. શાહે કહ્યું હતું કે ભાજપ પશ્ચિમ બંગાળમાં હિંસાનો સમય અટકાવીને વિકાસનો નવો સમય શરૂ કરવા જઈ રહી છે. હું બીજી વખત ઠાકુરનગરની પવિત્ર ધરતી પર આવ્યો છું. અમુક પરિસ્થિતિઓને કારણે મારી ગત વખતની મુલાકાત રદ થઈ હતી. તો મમતા દીદી ખુશ થઈ ગયાં. દીદી હજી ઘણો સમય છે એપ્રિલ સુધી, હું ઘણી વખત આવીશ. જ્યાં સુધી તમે ચૂંટણી હારી નહીં જાઓ ત્યાં સુધી આવીશ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular