Saturday, July 27, 2024
Homeરાષ્ટ્રીયબંગાળમાં બોમ્બ વિસ્ફોટ, બે ટીએમસી કાર્યકરોના મોત

બંગાળમાં બોમ્બ વિસ્ફોટ, બે ટીએમસી કાર્યકરોના મોત

ટીએમસી સાંસદની સભા પહેલાં થયો વિસ્ફોટ

- Advertisement -

પશ્ચિમ બંગાળના પૂર્વી મિદનાપુરમાં બોમ્બ બ્લાસ્ટ થવાથી બે લોકોના મોત નીપજ્યા છે જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. જાણકારી અનુસાર આ બ્લાસ્ટમાં જીવ ગુમાવનાર તૃણમૂલ વર્કર છે. બોમ્બ બ્લાસ્ટની ઘટના પૂર્વી મિદનાપુરના ભગવાનગોલાના ભૂપતિનાગરની છે. બોમ્બ બ્લાસ્ટમાં જે 2 લોકોના મોત નીપજ્યા છે. તેમાંથી એકની ઓળખ સ્થાનિક તૃણમૂલ બૂથ સભાપતિ રાજકુમાર મન્ના તરીકે થઈ છે.

- Advertisement -

ભાજપે આરોપ લગાવ્યો છેકે બોમ્બ બનાવવા દરમિયાન વિસ્ફોટ થયો છે. જોકે પોલીસ અને સ્થાનિક ટીએમસી નેતાએ આ સમગ્ર પ્રકરણ પર મૌન સાધ્યુ છે. આજે જ પૂર્વ મિદનાપુરના કાંથીમાં સુવેન્દુ અધિકારીના ઘરની નજીક અભિષેક બેનર્જીની જનસભા છે. અગાઉ પશ્ચિમ બંગાળના ડેગંગામાં 6 નવેમ્બરે ઝખઈ નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ બોમ્બ બ્લાસ્ટમાં બે લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.પોલીસના જણાવ્યા અનુસાર અમુક મજૂર સ્થાનિક ટીએમસી નેતાના નિર્માણાધીન ઘરે કામ કરી રહ્યા હતા. ઘરમાં અમુક બોમ્બ સીડીઓની નીચે રાખેલા હતા જ્યારે મજૂરોએ તે ઘાતક બોમ્બને જોયા તો તે સમજી ના શક્યા કે આ શુ છે પરંતુ જેવુ જ મજૂરોએ બોમ્બને સ્પર્શ કર્યો તો જોરથી અવાજ સાથે જોરદાર બ્લાસ્ટ થયો.

પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે પંચાયત ચૂંટણી થવાની છે. આ ચૂંટણી પહેલા આવી ઘટનાઓ ચર્ચાનો વિષય બની ગઈ છે. અમુક સમય પહેલા ઉત્તર 24 પરગનામાં વધુ એક ટીએમસી નેતા સુકુર અલીને પોલીસે હથિયારો સાથે પકડ્યા હતા. હવે આ તાજેતરની ઘટનામાં હોબાળો મચી ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular