જામનગર શહેરના દરેડ ફેસ 2 માં આવેલ એક કારખાનામાં આજે સાંજના સમયે બ્રાસની ભઠ્ઠીમાં પ્રચંડ ધડાકાને કારણે વિસ્ફોટથી બે મજૂરો ગંભીર રીતે ઘવાયા હતાં. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તથા 108ની ટીમ દોડી ગઈ હતી. ઘાયલોને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
જામનગરના દરેડ જીઆઇડીસી ફેઇસ-2માં રાજહંસ ઇમ્પેક્ષ નામના એકમની બ્રાસની ભઠ્ઠીમાં બ્લાસ્ટ
બે લોકો ગંભીર રીતે ઘવાતા સારવારમાં ખસેડાયા pic.twitter.com/WdyZqUb8ay— Khabar Gujarat (@khabargujarat) August 3, 2023
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં પંચકોષી બી ડીવીઝનની બાજુમાં આવેલ રાજહંશ ઈમ્પેક્ષ નામના એકમમાં સાંજના સમયે બ્રાસની ભઠ્ઠીમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટના ધડાકાથી અફડા-તફડી છવાઈ ગઇ હતી. ઘટનાને પગલે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતાં. ઘટનાની ફાયર વિભાગને જાણ કરવામાં આવતા જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તેમજ 108 એમ્બ્યુલન્સની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. આ ઘટનામાં હુકમસિંઘ અને સુભાલયસિંઘ નામના બે મજૂરો ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.