Friday, December 5, 2025
Homeરાજ્યહાલારદ્વારકામાં સતત બે દિવસથી અને જામનગરમાં એક દિવસ બ્લેકઆઉટ

દ્વારકામાં સતત બે દિવસથી અને જામનગરમાં એક દિવસ બ્લેકઆઉટ

જામનગર સહિત હાલારમાં બ્લેકઆઉટની અમલવારી કરાવવા પોલીસ ખડેપગે : પોલીસ દ્વારા ઠેર ઠેર ચેકિંગ કાર્યવાહી : ગંભીર પરિસ્થિતિમાં અમુક દુકાનદારો કમાવવામાંથી ઉંચા ન આવ્યા!!! : પાન-મસાલાની દુકાનોમાં બ્લેકઆઉટ થયા બાદ પણ ગ્રાહકોની ભીડ

હાલની પરિસ્થિતિને ઘ્યાને લઈ દ્વારકામાં સતત બે દિવસથી તેમજ જામનગરમાં શનિવારે એક દિવસ માટે બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું. શનિવારે જામનગરમાં રાત્રે અગિયાર વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી જિલ્લા કલેક્ટર દ્વારા બ્લેકઆઉટનો આદેશ કરાયો હતો. જ્યારે દેવભૂમિ દ્વારકામાં શનિવાર અને રવિવાર સતત બે દિવસ બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું.

- Advertisement -

પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સરકારના દિશાનિર્દેશોને ઘ્યાને લઇ હાલાર પંથકમાં બ્લેકઆઉટ જાહેર કરાયું હતું. જામનગરમાં શનિવારે રાત્રે આઠથી સવારે છ વાગ્યા સુધી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદેશ મંત્રાલય દ્વારા સીસફાયર કરવામાં આવતાં જામનગરમાં બ્લેકઆઉટ રદ્ કરવામૉં આવ્યું હતું. જો કે, રાત્રિના સમયે ફરી વખત આવેલ દિશાનિર્દેશોને ઘ્યાને લઇ જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા શનિવારે રાત્રે 11 વાગ્યાથી રવિવારે સવારે 6 વાગ્યા સુધી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું. જેને લઇ સમગ્ર જામનગરમાં અંધારપટ છવાયો હતો. બ્લેકઆઉટની અમલવારી કરાવવા માટે પોલીસ પણ ખડેપગે રહી હતી અને જામનગર શહેરમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને બ્લેકઆઉટની અમલવારી કરાઇ હતી. જામનગર શહેર-જિલ્લામાં કોઇ ઘટનાની જાણ કરવા માટે માહિતી આપવા માટે કલેક્ટર (ડિઝાસ્ટર) ક્ધટ્રોલ રૂમના ફોન નંબર 0281-2553404, ફાયર 101 અને 0288-2672208, પોલીસ ક્ધટ્રોલ રૂમ 100 અને 0288-2550200નો સંપર્ક કરવા જણાવાયું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે બ્લેકઆઉટ જાહેર કરાયા બાદ ગઇકાલે રવિવારે પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી બ્લેકઆઉટની અમલવારી કરવા જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના દ્વારા અપીલ કરવામાં આવી હતી. તેમજ હાલના સંજોગોમાં વહીવટીતંત્ર તરફથી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અને અફવાઓથી દૂર રહેવા જણાવાયું હતું.

- Advertisement -

દ્વારકા જિલ્લામાં તમામ સ્થળોએ બે દિવસ બ્લેક આઉટ કરવામાં આવ્યું હતું. જેમાં નાગરિકો સ્વયંભૂ રીતે જોડાઈને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ તેમજ વેપાર પ્રવૃતિઓ બંધ રાખવા અને બિનજરૂરી અવરજવર ન કરવા તથા સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી હતી.

આ ઉપરાંત આસપાસ કોઈ શંકાસ્પદ વ્યક્તિઓ અથવા શંકાસ્પદ પ્રવૃત્તિઓ થતી જણાય તો નાગરિકોએ જિલ્લા પોલીસ તંત્ર તથા વહીવટી તંત્રને જાણ કરવા અપીલ કરાઈ હતી. જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરતા પ્રમાણમાં છે તેમજ કોઈપણ વ્યક્તિ ગેરમાર્ગે દોરાઈને કે અફવાઓમાં આવીને સંગ્રહખોરી ન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ સાથે જરૂર જણાય તો જિલ્લા વહીવટી તંત્રના ઇમરજન્સી હેલ્પલાઇન નંબર 02833-232125, 232084, ટોલ ફ્રી નંબર 1077 અથવા મોબાઈલ નંબર 78599 23844 પર સંપર્ક કરવા વધુમાં જણાવાયું હતું.
શનિવાર બાદ ગઇકાલે રવિવારે પણ દ્વારકામાં બ્લેકઆઉટ રહ્યું હતું. જ્યારે ગઇકાલે રવિવારે જામનગરમાં જિલા કલેક્ટર કેતન ઠક્કર દ્વારા બ્લેકઆઉટ ન હોવાનું જાહેર કરાયું હતું અને લોકોને સાવચેતી અને સલામતી જાળવવા અપીલ કરી હતી.

- Advertisement -

બ્લેકઉઆઉટ જાહેર કરાતા લોકો શાકભાજી, પાનમસાલા, કરિયાણુ સહિતની ચીજવસ્તુઓ લેવા દોડધામ કરવા લાગ્યા હતા. ત્યારે આવી વિકટ પરિસ્થિતિનો પણ વેપારીઓેએ ફાયદો ઉપાડી બેફામ ભાવ વસૂલ્યા હતા. લોકો વધુ રૂપિયા આપી ચીજવસ્તુઓ ખરીદતા વેપારીઓએ લૂંટ ચલાવી હતી. બીજી તરફ બ્લેકઆઉટની અમલવારી વચ્ચે પણ રાત્રિના કેટલાંક પાન-મસાલાની દુકાનો દ્વારા દુકાનના શટર બંધ રાખી વેચાણ કરવામાં આવી રહ્યું હતું. જ્યાં પણ પોલીસ પહોંચી હતી.

દ્વારકા જગત મંદિર રાત્રે 8 થી સવારે 6 સુધી બંધ રહ્યું
દ્વારકાના જગત મંદિરને સાંજના 8 થી લઈને સવારે 6 સુધી બંધ રાખવાનો નિર્ણય વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જગત મંદિરની થતી નિત્યક્રમ પૂજા જગત મંદિર અંદર રાબેતા મુજબ કરવામાં આવ્યા હતાં. ફક્ત દર્શનાર્થીઓ ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાભ ઓનલાઇન માધ્યમથી કરી શકે તેવી વ્યવસ્થા કરાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular