આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. જેને ધ્યાને લઇ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂકયો છે. ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઇ સૌરાષ્ટ્ર ઝોનની વિધાનસભા બેઠક માટે 48 પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી છે. જામનગરની પાંચ વિધાનસભા બેઠકો સહિત હાલારની કુલ 7 વિધાનસભા બેઠકો પર ભાજપા દ્વારા અનેક અગ્રણીઓએ મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે.
જામનગર જિલ્લામાં કાલાવડ વિધાનસભા બેઠકના પ્રભારી તરીકે નિલેશભાઈ ઉદાણી, જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકના પ્રભારી તરીકે નિર્મળભાઇ સામાણી, જામનગર ઉત્તર વિધાનસભાના પ્રભારી તરીકે હિરેનભાઈ પારેખ, જામનગર દક્ષિણ વિધાનસભાના પ્રભારી તરીકે ચંદ્રેશભાઈ હેરમા તેમજ જામજોધપુર વિધાનસભાના પ્રભારી તરીકે સુરેશભાઈ વસરાની નિમણૂંક કરવામાં આવી છે.
આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા વિધાનસભાના પ્રભારી તરીકે નિલેશભાઈ ઓડેદરા તેમજ દ્વારકા વિધાનસભાના પ્રભારી તરીકે હસમુખભાઈ હિંડોચાની નિમણૂંક કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ઝોનની 48 વિધાનસભા બેઠકોના પ્રભારીઓની નિયુકતીને ભાજપા અગ્રણીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
સૌરાષ્ટ્રઝોનના પ્રભારીઓની યાદી
સુરેન્દ્રનગર જિલ્લો
1.દસાડા – રજની સંઘાણી
2.લીંબડી – અનિલ ગોહિલ
3.વઢવાણ – ગૌતમ ગોસ્વામી
4.ચોટીલા – ગણપતસિંહ જાડેજા
5.ધ્રાંગધ્રાં – વલ્લભ દુધાત્રા
મોરબી જિલ્લો
6.મોરબી – દિલીપસિંહ ચુડાસમા
7.ટંકારા – ઘનશ્યામ ગોહિલ
8.વાંકાનેર – લાલજી સાવલિયા
રાજકોટ જિલ્લો
9.રાજકોટ પુર્વ – પ્રદિપ વાળા
10.રાજકોટ પશ્ચિમ – લાલજી સોલંકી
11.રાજકોટ દક્ષિણ – વસુબેન ત્રિવેદી
12.રાજકોટ ગ્રામ્ય – ચંદ્રેશ પટેલ
13.જસદણ – ભગવાનજી કરગટીયા
14.ગોંડલ – હર્ષદ દવે
15.જેતપુર – વિનુ કથીરીયા
16.ધોરાજી – સંજય કોરડિયા
જામનગર જિલ્લો
17.કાલાવડ – નિલેશ ઉદાણી
18.જામનગર ગ્રામ્ય – નિર્મળ સામાણી
19.જામનગર ઉત્તર – હિરેન પારેખ (મોરબી)
20.જામનગર દક્ષિણ – ચંદ્રેશ હેરમા
21.જામજોધપુર – સુરેશ વસરા
દ્વારકા જિલ્લો
22.ખંભાળિયા – નિલેશ ઓડેદરા
23.દ્વારકા – હસમુખ હિંડોચા
પોરબંદર જિલ્લો
24.પોરબંદર – મહેન્દ્ર પીઠીયા
25.કુતિયાણા – ચીમન સાપરિયા
જૂનાગઢ જિલ્લો
26.માણાવદર – દિલીપસિંહ બારડ
27.જુનાગઢ – ડો.વિનોદ ભંડેરી
28.વિસાવદર – અજય બાપોદરા ( પોરબંદર )
29.કેશોદ – વિજય કોરાટ
30.માંગરોળ – ગૌરવ રૂપારેલીયા
ગીર સોમનાથ જિલ્લો
31.સોમનાથ – વિક્રમ ઓડેદરા
32.તલાલા – જે કે.ચાવડા
33.કોડિનાર – વી.વી.વઘાસીયા
34.ઉના – કાળુ વિરાણી
અમરેલી જિલ્લો
35.ધારી – હિંમત પડશાળા
36.અમરેલી – રાજુ બાંભણીયા
37.લાઠી – સી.પી.સરવૈયા
38.સાવરકુંડલા – વિજય ભગત
39.રાજુલા – ભરત મેર
ભાવનગર જિલ્લો
40.મહુવા – ભરતસિંહ ગોહીલ ( ભાવનગર શહેર )
41.તળાજા – અમોહ શાહ
42.ગારીયાધાર – સુરેશ ધાંધલીયા
43.પાલીતાણા – મયુર માંજરીયા
44.ભાવનગર ગ્રામ્ય – વનરાજસિંહ ડાભી
45.ભાવનગર પૂર્વ – રિતેશ સોની
46.ભાવનગર પશ્ર્ચિમ- દિલીપ સેટા
બોટાદ જિલ્લો
47.ગઢડા – યોગેન્દ્રસિંહ ગોહિલ
48.બોટાદ – દિલીપ પટેલ ( પૂર્વ જીલ્લા પ્રમુખ સુરેન્દ્રનગર )