જામનગર શહેરમાં આજે રાજ્યના બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખો આવી રહ્યા હોય રાજકીય ગરમાવો અને સ્થાનિક રાજકારણમાં ખાસ રસનો માહોલ સર્જાયો છે.
ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજરોજ જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીની પુત્રીના લગ્નપ્રસંગમાં ઉપસ્થિત રહેશે અને નવદંપતિને શુભેચ્છાઓ પાઠવશે.
તો બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા જામનગર ખાતે યોજાનારી ચાર જિલ્લાઓની સંગઠનાત્મક બેઠકમાં ભાગ લેશે. બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા, આગામી કાર્યક્રમો તથા વિવિધ રાજકીય મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવશે.
એક જ દિવસે ભાજપ અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખોની જામનગર મુલાકાતને લઈને સ્થાનિક રાજકીય વર્તુળોમાં ખાસ રસ જોવા મળી રહ્યો છે.


