Sunday, October 6, 2024
Homeરાજ્યગુજરાતબિશ્ર્નોઇ બન્યા રાજયના ડાયરેકટર ઓફ ફાયર

બિશ્ર્નોઇ બન્યા રાજયના ડાયરેકટર ઓફ ફાયર

- Advertisement -

જામનગરના ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્ર્નોઇને રાજયના ડાયરેકટર ઓફ ફાયર એન્ડ પ્રિવેન્શન સર્વિસીઝ બનાવવામાં આવ્યા છે. જામનગરના ફાયર ઓફિસરને રાજયકક્ષાનું પદ મળતાં જામનગરના ગૌરવમાં વધારો થયો છે.
રાજય સરકાર દ્વારા તાજેતરમાં રાજયકક્ષાએ ડાયરેકટર ઓફ ફાયર એન્ડ પ્રિવેન્શન સર્વિસીઝની એક ખાસ પોસ્ટ ઉભી કરવામાં આવી છે. જેના ડાયરેકટર તરીકે જામનગર કોર્પોરેશનમાં ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતાં કે.કે. બિશ્ર્નોઇની સૌ પ્રથમ નિમણુંક કરવામાં આવી છે. બિશ્ર્નોઇ રાહત અને બચાવ કાર્યમાં અનેક પડકારજનક ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડી ચૂકયા છે. તેઓ માત્ર જામનગર જ નહીં પણ આજુબાજુના જિલ્લાઓના ફાયરના અધિકારીઓ અને જવાનોને તાલીમ પણ આપતાં રહયા છે. તેમના માર્ગદર્શન અને કાર્યપ્રણાલીને કારણે જ જામનગર શહેર તથા જિલ્લામાં કોઇ મોટી દુર્ઘટનાઓ સર્જાઇ નથી તેમની કાર્યક્ષમતા અને કુશળતાને લક્ષ્યમાં લઇ રાજય સરકાર દ્વારા તેમને આ રાજયકક્ષાનું પદ આપવામાં આવ્યું છે. જે જામનગર માટે ગૌરવસમાન છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular