લાલપુર તાલુકાના રામપર ગામના પાટીયાથી પીપરટોડા તરફના ધોરીમાર્ગ પર બેરીકેટ કે લાઈટીંગ વગર બેદરકારીપૂર્વક પાર્ક કરેલા ડમ્પર સાથે અથડાતા બાઈકચાલકનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં રહેતાં હીરાભાઈ ઉર્ફે રમેશભાઈ દેવાભાઈ સોંદરવા નામના યુવાન બુધવારે રાત્રિના સમયે તેના બાઈક પર જામનગર-સમાણા ધોરીમાર્ગ પર લાલપુર તાલુકાના રામપર ગામના પાટીયાથી પીપરટોડા ગામ તરફ આવતાં હતાં ત્યારે ઈન્ડીયન ગેસના ગોડાઉન પાસે હાઈ-વે પર બેરીકેટસ કે લાઈટિંગ કર્યા વગર બેદરકારીપુર્વક પાર્ક કરેલા અજાણ્યા ડમ્પર સાથે બાઈક અથડાતા ચાલક હીરાભાઈને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માતમાં જીજ્ઞેશભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ ડી.એસ. વાઢેર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી અજાણ્યા ડમ્પરચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.