જામનગર શહેરના પવનચકકી પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા બાઈકને આંતરીને તલાસી લેતા એક શખ્સ પાસેથી સિટી એ ડીવીઝન પોલીસસ્ટાફે પાંચ બોટલ દારૂ સહિત રૂા.52,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં પવનચકકી પેટ્રોલ પંપ પાસેથી પસાર થતા જીજે-10-ઈએ-5058 નંબરના બાઈકને સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાસી લેતા બાઈકચાલક સાદીક કાસમ શેખ નામના શખ્સની તલાસી લેતા તેની પાસેથી રૂા.2500 ની ઈંગ્લીશ દારૂની પાંચ બોટલ મળી આવતા પોલીસે રૂ.50000 ની કિંમતની બાઈક અને દારૂનો જથ્થો મળી કુલ રૂા.52,500 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી પૂછપરછ હાથ ધરતાં આ દારૂનો જથ્થો શંકરટેકરી માં રહેતાં હાજી અબ્બાસ ખફી નામના શખ્સે સપ્લાય કર્યો હોવાની કેફિયતના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી સપ્લાયરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.