ભાટીયા પોલીસ દ્વારા વાડી વિસ્તારમાં જુગારની રેડ કરી 33,000 થી વધુની રકમ પોલીસ ચોપડે દર્શાવ્યા વગરની રકમ ખિસ્સામાં સરકી હોવાનો કિસ્સો અત્યારે ભાટીયા માં ટોક ઓફ ટાઉન બન્યો છે.
હાલ કલ્યાણપુર તાલુકામાં પોલીસ સક્રિય થઇને ઉપરા ઉપરી જુગારની રેઈડ કરી રહી છે જે સારી કામગીરી છે પરંતુ કલ્યાણપુર પો. સ્ટેના વિસ્તારમાં આવતા ભાટીયા ઓ. પી મા કંઈક અલગ જ કામગીરી થઇ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ ભાટીયા ઓ. પી ના પો. હે. કોસ્ટ રાજાભાઈ નાથાભાઈ ગોજીયા તેમજ પો. કોસ્ટ મિલનભાઈ ખીમાભાઇ કંડોરીયાએ ચોક્કસ બાતમીના આધારે નંદાણાના કાંકરિયા વિસ્તારમાંથી ગત તા.31/7 ના રોજ જુગારની રેઇડ કરેલ જેમાં છ શખ્સ પાસે થી 21,750 રોકડ તેમજ 13,000 હાજરના મુદ્દામાલ સાથે 34,750 ની જુગાર પોલીસ દફતરે નોંધાવેલ હતી.
પરંતુ પોલીસ દફતરે દર્શાવામાં આવેલ રોકડ રકમ 21,750 રૂપિયા ની જગ્યે ખરેખર આ રકમ 55,000 રૂપિયા જેટલી હતી જે આ રેઇડમાંથી ઉપરોક્ત પોલીસે કબ્જે કાર્ય હતા. પરંતુ પટમાં પડેલ હકીકતના રૂપિયા 55,000 ની જગ્યે માત્ર 21,750 જ઼ પોલીસ ચોપડે ચડાવ્યા છે તો બાકીના 33,250 રૂપિયા પોલીસ ચોપડે નોંધાયેલ જ નથી તો તેનું શું થયું ? તે એક સળગતો પ્રશ્ર્ન છે. શું ભાટીયા પોલીસ દ્વારા વધુ રકમ રસ્તામાં પડી ગઈ ? શું ભાટીયા પોલીસની નિયત બગડીને ચોપડે માત્ર 21,750 જ દર્શાવી વધુ રકમની ભાગ બટાઈ થઇને ખિસ્સામાં સેરવી ?
અગાઉ પણ ભાટીયા પોલીસ દ્વારા બંધ મકાનમાં રેઇડ કરી એક લાખ થી વધુ રકમ પોલીસ ચોપડે દર્શાવ્યા વગર ખિસ્સા મા જમા કરાવ્યા હોવા ના અહેવાલ અખબાર મા પ્રસિદ્ધિ થતા જે તે સમય ના થાણા ઇન્ચાર્જની બદલી કરાઈ હોવા ના પણ કિસ્સા બનેલ છે જે ફરી તાજા થયાં છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડાની છાપ કડક હોય આ વખતે શું થાય છે તે જોવાનું રહ્યું કે કોઈ કાર્યવાહી થાય છે કે ઘી ના ઠામમાં ઘી પડી જશે? હાલ આ તોડ કાંડનો કિસ્સો ભાટીયામાં ટોક ઓફ ટાઉન બન્યો છે. ને ભાટીયા પોલીસની કામગીરી અંગે અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે.