Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરબેહ ગામના મહિલાનો ઝેરી દવા પી આપઘાત

બેહ ગામના મહિલાનો ઝેરી દવા પી આપઘાત

- Advertisement -

ખંભાળિયા તાલુકાના બેહ ગામમાં રહેતી મહિલાએ બે સપ્તાહ પૂર્વે અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. નવસારીનો વતની અને ઓખામાં રહી માછીમારી કરતા યુવાનને હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના બેહ ગામે રહેતા ભાનુબેન રાણાભાઈ લખુભાઈ પતાણી નામના 40 વર્ષના ગઢવી મહિલાએ ગત તારીખ 10 ઓગસ્ટના રોજ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ નાયાભાઈ લખુભાઈ પતાણી (ઉ.વ. 50, રહે. બેહ) એ અહીંની પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

બીજો બનાવ, નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મૂળ રહેવાસી અને હાલ ઓખામાં રહી અને માછીમારી કરતા જયેશભાઈ મોહનભાઈ ગોકળ રાઠોડ નામના 41 વર્ષના યુવાનને ઓખાની આર.કે. બંદર વિસ્તારમાં આવેલી ભારત જેટી ખાતે હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular