Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઇન્સ્ટન્ટ લોનના નામે બ્લેકમેઇલ અને ફ્રોડ કરતી ગેન્ગના આરોપીના જામીન મંજૂર

ઇન્સ્ટન્ટ લોનના નામે બ્લેકમેઇલ અને ફ્રોડ કરતી ગેન્ગના આરોપીના જામીન મંજૂર

- Advertisement -

ઇન્સ્ટન્ટ લોનના નામે બ્લેકમેઇલ અને ફ્રોડ કરતી ગેન્ગના આરોપીઓ દ્વારા જામીન અરજી કરાતાં અદાલત દ્વારા આરોપીઓના જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી.

- Advertisement -

જામનગરમાં રજનીભાઇ ઈશ્વરભાઈ કટારમલ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટશેનમાં ફરીયાદ કરી હતી કે, ફરિયાદીને લોનની જરુરીયાત હોય, ઓનલાઇન લોન માટે સફ્રીંગ કરતાં સમયે લોન લેવા માટેની ઓનલાઇન જાહેરાત કોકો લોન એપ્લીકેશનમાં ક્લિક કરતાં ગુગલ પ્લે સ્ટોર વેબપેઇજમાં ઓટોમેટીક લોન એપ્લિકેશન ખુલી હતી તેમાં ફરીયાદીએ ડેટા અંગેની માહિતી પુરી પાડી હતી. કેવાયસી અપલોડ કરી લોન પ્રોસીજર પુરી થતાંની સાથે ફરીયાદીના બેંક એકાઉન્ટમાં 3480ની રકમ જમા થઇ હતી. ત્યારબાદ ફરીયાદીને વિવિધ રકમ અને વ્યાજની માગણી માટે દબાણ થતું હતું.
ફરીયાદીએ પોતાનો ફોટો એપ્લીકેશનમાં અપલોડ કર્યો હતો. તે ફોટામાં ફરીયાદીની શાખને હાની પહોંચે તેવા શબ્દ પ્રયોગો કરી ફરીયાદીની બદનામી કરાતી હતી. આ અંગે ફરીયાદ નોંધાવાઇ હતી. તપાસ દરમિયાન ઓનલાઇન સર્ફીગની માહિતી મેળવી પોલીસ અધિકારી દ્વારા ટોપ હોલ્ડ ટેકનોલોજી પ્રા.લિ. ઓન સ્ટ્રીમ ઇન્સ્ટન્ટ લોન એપ્લીકેશન તથા એજી લોન એપ્લી. તેમજ ઓબી કેસલોન વગેરે એપ્લીકેશનમાં અલગ અલગ જામનગરના લોકો સાથે વિશ્ર્વાસઘાત અને બ્લેક મેઇલીંગ કરવામાં આવી હોવાની હકીકતો સામે આવી હતી.

જેમાં તપાસ કરનારે તમામ ડાટાની એકસેસ મેળવી કર્ણાટકમાં રહેતા મેનેજિંગ ડાયરેકટર હીશેન હનુમંતાચાર્ય મથળની ધરપકડ કરી હતી અને પૂછપરછમાં કંપનીના મેનેજર માર્જ અહમદ રમતુલ્લા શરીફ અને મહમદ ઉજેર મકબુલ અહેમદ શરીફ વગેરે લોન એપ્લીકેશનના ડેવલોપર્સોએ આ લોન એપ્લીકેશન ગુગલ એપ્લીકેશનમાં રન કરાવવા જવાબદાર હોય. તેમ જાહેર થયું હતું. તમામ આરોપીઓને પોલીસે કર્ણાટકથી અટકાયત કરી જેલ હવાલે કર્યા હતાં. આરોપીઓ દ્વારા અદાલતમાં જામીન અરજી કરતાં આરોપીઓ તરફે રજૂઆતો અને દલીલો માન્ય રાખી આરોપીને જામીન મુક્ત કરાયા હતાં. આ કેસમાં આરોપીઓ તરફે રાજેશ ડી. ગોસાઇ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત આર. નાખવા તથા આસી. નિતેશ મુછડીયા રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular