જામનગર જીલ્લામાં વસવાટ કરતા ભોગ બનનારના પિતાએ પોલીસ સ્ટેશનમાં એવી ફરીયાદ દાખલ કરેલ કે, તેમની સગીર વયની 14 વર્ષની પુત્રી તેમના ઘરેથી જતી રહી હોય, તેમની શોધખોળ કરતા મળી આવેલ ન હોય, અને આ દિકરી ભાગી ગયેલ તેના 15 દિવસ પહેલા જ ફરીયાદીના કાકાના દિકરા સાથે રાજેન્દ્ર સાથે ભોગબનનારને જોઇ હતી, અને તે દરમયાન આરોપી રાજેન્દ્રને ઠપકો આપેલ હતો, જેથી આ આરોપી રાજેન્દ્ર ભોગબનનારને બદકામ કરવાના બદ ઈરાદાથી લલચાવી ફોસલાવી અને અપહરણ કરી અને ભગાડી ગયેલ હોય જે ફરીયાદ જાહેર કરી હતી.
તે ફરીયાદ દાખલ થતાં પોલીસ દ્વારા આરોપી રાજેન્દ્ર અને ભોગબનનારને પકડી ભોગબનનારનું નિવેદન લેવામાં આવ્યુ હતું, જેમાં ભોગ બનનારે એવી હકિકતો જાહેર કરેલ કે, આરોપી તે ભોગબનનારના પિતાના કાકાનો દિકરો થાય છે અને તેમની પાસે જ રહે છે, અને તેઓએ ભોગબનનાર સાથે મોબાઈલમાં વાતોચીતો કરેલ અને એકબીજા સાથે પ્રેમસંબંધ થયેલ અને 6 માસ પહેલા આરોપીના ઘરમાં કોઈ ન હતું તે દરમ્યાન આરોપીએ ભોગબનનારને બોલાવેલ અને તેમની સાથે શરીર સંબંધ બાંધેલ અને ત્યારબાદ ભોગબનનાર કરલા ખાતે તેમના મામાના ઘરે ગઇ હતી ત્યારે પણ આ આરોપી રાજેન્દ્ર તેમના સાથે ફોનમાં સતત વાતચીતો કરતો અને બનાવના 15 દિવસ પહેલા ભોગબનનાર તેમના ગામ આવેલ ત્યારે આ આરોપી રાજેન્દ્રએ ભોગબનનારને ઘર પાસે વાળામાં બોલાવી અને અડપલા કરેલ અને તે અડપલા ભોગબનનારના દાદી જોઈ જતાં ભોગબનનારના પિતાને વાત કરતા ભોગબનનારના પિતાએ આરોપીને ઠપકો આપ્યો હતો ત્યારબાદ બંન્નેએ ફોનમાં વાત કરેલ અને આરોપીએ ભોગબનનાર સાથે લગ્ન કરવાનું કહેલ અને ઘરેથી ભાગી જવા માટે જણાવેલ અને ભોગબનનાર આરોપી સાથે જામનગરથી ભાગી ગયેલ અને ત્યારબાદ તેઓ રાજકોટ અને વડોદરા ગયા હતા. ત્યાંથી પાવાગઢ અને ત્યાંથી સાળંગપુર ખાતે ગયેલ અને સાળંગપુર કોઈ ધર્મશાળામાં રોકાયેલ અને ત્યા આરોપીએ ભોબગનનારને કીસ કરેલ અને તેમના સાથે અડપલા કરેલ, અને ત્યારબાદ ફરીયાદ થતાં હાજર થઈ ગયેલ અને આરોપીની અટક થઈ ગયેલ, આમ, આરોપી અને ભોગબનનાર મળી જતાં બંન્નેની મેડીકલ તપાસ કરવામાં આવેલ અને આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. જેથી આરોપીએ અદાલતમાં જામીન અરજી દાખલ કરી હતી.
અદાલતે તમામ રજુઆતો પુરાવાઓ અને દલીલો ધ્યાને લઈ અને આરોપી રાજેન્દ્રને જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. આ કેશમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવર્સીંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, ત્થા નિતેશ મુછડીયા રાકાયેલા હતા.