Wednesday, December 4, 2024
Homeરાજ્યગુજરાતફોજદાર-બુટલેગરની વાતચીતનો ઓડીયો વાયરલ: ફોજદાર સસ્પેન્ડ

ફોજદાર-બુટલેગરની વાતચીતનો ઓડીયો વાયરલ: ફોજદાર સસ્પેન્ડ

- Advertisement -

મેઘરજ પી.એસ.આઇ નિલેશભાઇ મૂળજીભાઇ સોલંકીની બૂટલેગર સાથેની 4.4 મિનિટની ઓડિયો-ક્લિપ વાઇરલ થતાં પોલીસબેડામાં ચકચાર મચી ગઇ છે. પીએસઆઇની બૂટલેગર સાથેની વાતચીત દરમિયાન મારી એક સિગ્નેચર લઈ લેજો ને તદુપરાંત રૂપિયાની લેતીદેતીની ઓડિયો-ક્લિપ વાઇરલ થતાં સમગ્ર મામલે જિલ્લા પોલીસવડા સંજય ખરાતે મેઘરજ પીએસઆઇ એન.એમ.સોલંકીને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે. તદુઉપરાંત સમગ્ર મામલાની તપાસ ડીવાયએસપી વિશાલ રબારીને સોંપી છે.

- Advertisement -

મેઘરજ પીએસઆઇ એન.એમ.સોલંકીની ભેમાભાઈ નામના બૂટલેગર સાથે થયેલી વાતચીતની ઓડિયો-ક્લિપમાં બૂટલેગર પીએસઆઇ સાથે થયેલી વાતચીત દરમિયાન પોતે સીમલવાડા બોર્ડર પર આવ્યો હોવાનું તેમજ ઘરે જતો હતો તો બે બોટલ આરએસની લેતો જાઉ ચોકી ઉપર જે હોય તેને કહેજો તેવું કહે છે. સામેથી પીએસઆઇએ મારી એક સિગ્નેચર લેજો તેમ કહેતાં બૂટલેગરે આજે નહીં ફરીથી સાહેબ તમારી માટે રેડ લેબલ લાવીશ તેવું કહ્યું હતું.

સામે પીએસઆઇએ પૈસાની લેતીદેતી આ મામલે વાતચીત થતાં બૂટલેગરે ઘરના 10000 રૂપિયા આપ્યા હોવાનું કહેતા ફરીથી પીએસઆઇએ ચેકપોસ્ટ પર ગાડીઓનું ચેકિંગ થતું હોવાનું કહીને એક સિગ્નેચર ચેકપોસ્ટ ઉપર આપી દે જો બે બોટલ લઇ જવા દેશે. ઉત્તરાયણ હોવાની વાતચીતની 4 મિનિટ અને 4 સેકન્ડની પીએસઆઇ અને બૂટલેગર વચ્ચેની ઓડિયો- ક્લિપ વાયરલ થતાં સમગ્ર મામલો આઇજી કક્ષાએ તેમજ ડીએસપી સામે આવતાં એસપી સંજય ખરાતે મેઘરજ પીએસઆઇ એન.એમ.સોલંકીને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular