Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજી. જી. હોસ્પિટલના પટાંગણમાં યુવાનની હત્યાનો પ્રયાસ

જી. જી. હોસ્પિટલના પટાંગણમાં યુવાનની હત્યાનો પ્રયાસ

ખોટી બાતમી આપી બદનામ કરતો હોવાની શંકાના આધારે જીવલેણ હુમલો : ચાર શખ્સો દ્વારા લોખંડ અને પ્લાસ્ટિકના પાઈપ તથા છરી અને પટ્ટા વડે માર માર્યો : પોલીસ દ્વારા હુમલાખોરોની શોધખોળ

જામનગરની જી. જી. હોસ્પિટલના પટાંગણમાં આવેલા પાણીના ટાંકા નજીક યુવાનને આંતરીને ખોટી બાતમી આપી બદનામ કરતો હોવાની શંકાના આધારે ચાર શખ્સોએ એક સંપ કરી લોખંડના પાઈપ અને છરી તથા પટ્ટા વડે માર મારી જીવલેણ હુમલો કર્યો હતો.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ, જામનગરની જી. જી. હોસ્પિટલના પટાંગણમાં પાણીના ટાંકા પાછળ પાસેથી પસાર થતા પ્રેમ કિશોર સોમૈયા નામનો યુવાન સંજય ચુડાસમાની ખોટી બાતમી આપી બદનામ કરતો હોવાની શંકા રાખી સંજય ભરત ચુડાસમા, રામદેવસિંહ ભીખુભા સોઢા, રાહિલ ઉર્ફે ગટુ હુશેન બ્લોચ અને શાહરુખ ઉર્ફે સારકો હબીબખાન પઠાણ સહિતના ચાર શખ્સોએ પ્રેમ કિશોરને આંતરીને લોખંડના પાઈપ વડે માથાના ભાગે સંજયે હુમલો કર્યો હતો અને રામદેવસિંહે બેલ્ટ વડે તથા રાહિલ ઉર્ફે ગટુએ છરીના ઘા ઝીંકયા હતાં તેમજ શાહરુખ ઉર્ફે સારકાએ પ્લાસ્ટિકના પાઈપ વડે આડેધડ માર મારતા જીવલેણ હુમલામાં યુવાન ઘવાયો હતો.

ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા પીઆઈ કે.જે. ભોયે તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ ઘવાયેલા યુવાનના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલાખોરોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular