Tuesday, January 13, 2026
Homeરાજ્યજામનગરપ્રેમ સંબંધનો ખાર રાખી ધ્રાફા ગામમાં યુવાન ઉપર હુમલો

પ્રેમ સંબંધનો ખાર રાખી ધ્રાફા ગામમાં યુવાન ઉપર હુમલો

એક શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ

જામજોધપુરના ધ્રાફા ગામે પ્રેમસંબંધના મનદુ:ખમાં યુવાન ઉપર હથિયારો જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવા અંગે એક શખ્સ વિરૂધ્ધ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, મુળ અમદાવાદના ધોલેરા તાલુકાના અને હાલ જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં રહેતાં સુરેશભાઈ ગોબરભાઈ બારૈયા એ શેઠવડાળામાં નોંધાવેલ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદીના નાનાભાઇ વિપુલભાઈ ગોબરભાઈ બારેયાએ આરોપી અરવિંદ પ્રેમજી પરમારની પુત્રી સાથે પ્રેમ સંબંધ હોય તે ગમતુ ન હોય, વિપુલ તથા યુવતીને આરોપી એક સાથે જોઇ જતા તિક્ષ્ણ હથિયારો વડે વિપુલ ઉપર મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો. અને માથામાં તથા હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી આ અંગે સુરેશભાઈ દ્વારા શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં અરવિંદ પ્રેમજી પરમાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular