જામજોધપુર તાલુકાના વરવાળા ગામમાં યુવાનને પાંચ શખસોએ નજીવી બાબતનો ખાર રાખી લાકડી વડે હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો અને હવે ભેગો થાઈશ તો પતાવી દેવાની ધમકી પણ આપી હતી.
આ બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના વરવાળા ગામના વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કરતો મેરબ પાલા ખોડભાયા નામના યુવાનને સોમવારે સાંજના સમયે ગીગન અમરા હુણ અને મુરુ ગીગન હુણ નામના બે શખ્સોએ આંતરીને તુ દેવાભાઈને કેમ ચડામણી કરશ ? તેમ કહી અપશબ્દો બોલી લાકડી વડે માર માર્યો હતો. આ હુમલા દરમિયાન મેરગ બુમાબુમ કરવા લાગતાદેવા ગીગન હુણ, મના ગીગન હુણ, માંડા અમરા હુણ નામના ત્રણ શખ્સો પણ પહોંચી ગયા હતાં અને પાંચ શખ્સોએ એક સંપ કરી ઢીકાપાટુનો માર મારી ‘હવે ભેગો થઈશ તો પતાવી દેવાની ધમકી પણ આપી હતી’. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા એએસઆઈ વી.ડી. રાવલિયા તથા સ્ટાફે મેેરગના નિવેદનના આધારે પિતા અને ત્રણ પુત્રો સહિત પાંચ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામજોધપુરના વરવાળામાં ખેડુત યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો
કેમ ચડામણી કરે છે? તેમ કહી લાકડી વડે માર માર્યો : ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી