Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરસતવારા સમાજ મેદાને, સ્ટેન્ડીંગથી ઓછું કાંઇ ન ખપે

સતવારા સમાજ મેદાને, સ્ટેન્ડીંગથી ઓછું કાંઇ ન ખપે

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓ તેમજ જિલ્લા પંચાયતના ચેરમેન સહિતના હોદ્ેદારોની મુદ્ત પૂર્ણ થઇ રહી હોય, ભાજપા દ્વારા નવા પદાધિકારીઓની નિમણૂંક માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે જામનગર સમસ્ત સતવારા દ્વારા જામનગર મહાનગર પાલિકામાં સ્ટે. ચેરમેનનું પદ તથા જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેનનું પદ સતવારા સમાજને આપવા માગ ઉઠી છે. આ અંગે શનિવારે સતવારા સમાજ દ્વારા મિટિંગ પણ યોજાઇ હતી.

- Advertisement -

જામ્યુકો તથા જિલ્લા પંચાયતના હોદ્ેદારોની મુદ્ત પૂર્ણ થઇ રહી છે. આ બંનેમાં ભાજપાનું શાસન હોય, ભાજપ દ્વારા નવા પદાધિકારીઓની નિમણૂંક માટેની કાર્યવહી હાથ ધરવામાં આવી છે. ત્યારે સતવારા સમાજ જામનગર દ્વારા જામનગર મહાનગર પાલિકામાં સ્ટે. ચેેરમેન પદ તથા જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેનપદ ઉપર સતવારા સમાજને પ્રતિનિધિત્વ આપવા માગ ઉઠી છે. શનિવારે યોજાયેલી પોટરીવાલી ગલી, સતવારા સમાજની વાડી ખાતે સતવારા સમાજની અગત્યની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં ઉપસ્થિત સતવારા સમાજના પ્રમુખ ભનુભાઇ તથા અગ્રણી મનસુખભાઇ ખાણધરએ જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં લોકસભાની સીટમાં સતવારા સમાજના 1,60,000થી પણ વધુ મતદારો છે. આમ છતાં સતવારા સમાજને જામનગરમાં મેયર, જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, નિગમના ચેરમેન તથા ધારાસભ્ય જેવા એકપણ પદ સતવારા સમાજને મળ્યા નથી. જામનગરની સાથે સમગ્ર ગુજરાતમાં સતવારા સમાજ મતદાન ભાજપા તરફી હોય છે. આમ છતાં સતવારા સમાજનું એકપણ જગ્યાએ યોગ્ય સ્થાન આપવામાં આવ્યું નથી અને સમાજને રાજકીય રીતે અન્યાય થતો આવ્યો છે. આથી આગામી ટ્રમમાં જામનગર જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેન અને મહાનગર પાલિકાની સ્ટે. કમિટીના ચેરમેન તરીકે સતવારા સમાજની પસંદગી કરવા માગ ઉઠી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular