Thursday, November 21, 2024
Homeસ્પોર્ટ્સએશિયન હોકી : જાપાનને 5-0 થી કચડી ભારત ફાઇનલમાં

એશિયન હોકી : જાપાનને 5-0 થી કચડી ભારત ફાઇનલમાં

- Advertisement -

એશિયન હોકી ચેમ્પીયન ટ્રોફીમાં ભારતે શુક્રવારે સેમીફાઈનલમાં જાપાનને 5-0 થી કચડીને અજેયચુક આગળ ધપાવી છે ભારતે પાંચમી વખત એશીયન ચેમ્પીયન ટ્રોફીની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. જાપાન સામેની મેચમાં ભારતનો એકતરફી દબદબો જોવા મળ્યો હતો. શરૂઆતથી ભારતે આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું અને પ્રવાસી ટીમને એકપણ ગોલ કરવાની તક આપી ન હતી. જાપાન અત્યંત સંરક્ષણાત્મક બની ગયુ હતું જેનો ફાયદો ભારતે ઉઠાવ્યો હતો અને ચાર ફિલ્ડ ગોલ તેમજ એક પેનલ્ટી કોર્નરથી ગોલ નોંધાવીને ભારતે 5-0 થી વિજય મેળવ્યો હતો.આવતીકાલે ભારતીય પુરૂષ હોકી ટીમનો ફાઈનલમાં મલેશીયા સામે મુકાબલો થશે ત્રણ વખતની ચેમ્પીયન ભારતીય હોકી ટીમને ચોથુ એશીયન ચેમ્પીયનશીપ ટાઈટલ જીતવાની તક છે. ભારત તરફથી 19 મી મીનીટે આકાશદીપસિંહે 23 મી મીનીટે કેપ્ટન હરમનપ્રિતસિંહે, 30 મીનીટે મનદીપસિંહે 39 વિકેટે સૂમિતે તથા 51 મી મીનીટે સ્થાનીક ખેલાડી કાર્તિ સેલ્વમે ગોલ નોંધાવ્યો હતો.

- Advertisement -

જાપાન સામેની મેચમાં ભારતની જીત બાદ સ્ટેડીયમમાં હાજર દર્શકો ખુશીથી ઝુમી ઉઠયા હતા. શનિવારે ભારત અને મલેશીયા વચ્ચે ફાઈનલ જંગ ખેલાશે અગાઉ ભારતે રાઉન્ડ રોબીન મેચમાં મલેશીયાને 5-0 થી રગદોળ્યુ હતું. જયારે જાપાન અને સાઉથ કોરીયા વચ્ચે ત્રીજા અને ચોથા સ્થાન માટે મુકાબલો રમશે.

ભારત અને જાપાન વચ્ચેની સેમીફાઈનલ એકતરફી બની રહી હતી. પ્રથમ કવાર્ટરમાં બન્ને ટીમોએ આક્રમક રમત રમી હતી પરંતુ મેચની પેનલ્ટી કોર્નર મળી હતી.કેપ્ટન હરમનપ્રિતસિંહે ડ્રેગ ફિલક ફટકારી હતી જેને જાપાનના ગોલકીપર તાકાશી યોશિકાવા રોકવામાં સફળ થયો હતો પ્રથમ કવાર્ટરમાં ભારતને વધુ ત્રણ તક મળી હતી. પરંતુ ગોલ નોંધાવી શકયા ન હતા.ભારતે સમગ્ર મેચ દરમ્યાન 57 ટકા બોલનું પઝેશન પોતાની પાસે રાખ્યુ હતું. ભારતને મેચમાં મળેલી બે પેનલ્ટી કોર્નરમાંથી એકમા ગોલ કર્યો હતો.

- Advertisement -

આકાશદિપસિંહે ભારત માટે સૌ પ્રથમ ગોલ કરીને ખાતુ ખોલાવ્યુ હતું. પ્રથમ ગોલની પાંચ મીનીટ બાદ જ ભારતને પેનલ્ટી કોર્નર મળી હતી અને કેપ્ટન હરમનપ્રિતે કોઈ ચુક નહિં કરતા ગોલ કરીને ભારતની સરસાઈ બેવડાવી હતી. ભારતીય ખેલાડીઓએ મોટાભાગનો સમય જાપાનના ગોલપોસ્ટ નજીક પસાર કર્યો હતો અને સતત આક્રમણ ચાલુ રાખ્યુ હું પ્રથમ હાફની અંતિમ સેક્ધડમાં મનદીપે ત્રીજો ગોલ નોંધાવ્યો હતો.

બન્ને ટીમોએ સાઈડ બદલ્યા બાદ પણ ભારતીય હોકી ટીમની રમતમાં કોઈ બદલાવ જોવા મળ્યો ન હતો અને જાપાનને સતત દબાણ હેઠળ રમવાની ફરજ પાડી હતી. ભારત તરફથી બીજા હાફમાં સુમિત અને કાર્તિએ ગોલ કરીને મેચમાં દબદબાપૂર્વક વિજય મેળવ્યો હતો.ભારત અત્યાર સુધી ટુર્નામેન્ટમાં અજેય રહ્યું છે.અગાઉ રાઉન્ડ રોબીન મેચમાં ભારત અને જાપાન વચ્ચેની મેચ 1-1 થી ડ્રો રહી હતી.

- Advertisement -

એશીયન ચેમ્પીયન્સ ટ્રોફીની પ્રથમ સેમીફાઈનલમાં મલેશીયાએ ડીફેન્સીંગ ચેમ્પીયન દક્ષિણ કોરીયા સામે 6-2 થી જીત મેળવીને ફાઈનલમાં સ્થાન પાકુ કર્યુ હતું. મલેશીયા સૌ પ્રથમ ટુર્નામેન્ટમાં ફાઈનલમાં પહોંચ્યુ છે. મલેશીયા તરફથી ફૈઝલ સારી, શેલ્લો સિલ્વેરીયસ, અબુ કમાલ અઝરાઈ અને નજમી જાઝલાને ગોલ કર્યા હતા. કોરીયા તરફથી વુ ચીઓન જી અને કેપ્ટન જોંગયુગ જાંગે ગોલ નોંધાવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular