Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVIDEO - દેણુ વધી જતાં રંગપરના વેપારીએ 20 લાખની લૂંટનું નાટક રચ્યું:...

VIDEO – દેણુ વધી જતાં રંગપરના વેપારીએ 20 લાખની લૂંટનું નાટક રચ્યું: એસપી

થેલામાં 20 લાખની રોકડ હતી જ નહીં: માત્ર 10 લાખ હતાં તે પણ ફરિયાદીએ જમીનમાં દાટી દીધા’તા : પોલીસે રૂા.10 લાખ રીકવર કર્યા

- Advertisement -

લાલપુર તાલુકાના રંગપર ગામમાં રહેતાં બિયારણનો કમિશનથી ધંધો કરતા યુવાનને બુધવારે બપોરના સમયે બે અજાણ્યા શખ્સોએ આંખમાં મરચાની ભૂકી છાંટી રૂા.20 લાખની રોકડ ભરેલો થેલો લૂંટી ગયાના બનાવમાં પોલીસને પ્રાથમિક તપાસમાં જ ફરિયાદી ઉપર શંકા જતા અને ઘટનાક્રમની વિગતો મેળવતા આકરી પૂછપરછ કરતા ફરિયાદીએ આર્થિક સંકળામણને કારણે દેવુ વધી જતા લૂંટનું નાટક રચ્યાની કેફિયત આપી હતી.

- Advertisement -

આજે બપોરે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ યોજયેલી પ્રેસ કોન્ફરન્સમાં આપેલી વિગતો મુજબ લાલપુર તાલુકાના રંગપર ગામમાં સુમરા વિસ્તારમાં રહેતો અને ખેત પેદાશની વસ્તુઓ તથા બિયારણનો કમિશનથી વ્યવસાય કરતો અવેશ દોસમામદ ખીરા નામનો યુવાન બુધવારે બપોરના પોણા ત્રણ વાગ્યાના અરસામાં તેના ગામ નજીક કાચા રસ્તા પરથી બાઈક પર જતો હતો તે દરમિયાન બે અજાણ્યા શખ્સોએ યુવાનને આંતરીને આંખમાં મરચાની ભૂકી છાંટી તેની પાસે રહેલ 20 લાખની રોકડ ભરેલો થેલો લૂંટી ગયાની જાણ કરાતા મેઘપર પીએસઆઈ વાય.બી. રાણા તથા સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઇ યુવાનના નિવેદનના આધારે ગુનો નોંધી નાકાબંધી કરી હતી. પરંતુ પોલીસને પ્રાથમિક તપાસમાં ફરિયાદીના નિવેદનમાં શંકા જતા આ તપાસ ડીવાયએસપી ડી.પી. વાઘેલા, પ્રોબેશન ડીવાયએસપી એન.બી. ગોરડિયા, એલસીબી પીઆઈ જે.વી. ચૌધરી, એસઓજી પીઆઈ બી.એન. ચૌધરી, મેઘપર પીએસઆઈ વાય.બી. રાણા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

પોલીસની તપાસમાં ફરિયાદીના નિવેદનમાં જ પ્રાશ મળતો ન હોવાથી પોલીસે અવેશની પૂછપરછ હાથ ધરતા પોલીસ પાસે ભાંગી પડયો હતો અને લૂંટનો બનાવ બન્યો જ ન હોવાથી કેફીયત આપી હતી. જેમાં અવેશે આર્થિક સંકળામણના કારણે દેવું વધી જવાથી ઉઘરાણી કરનારા લોકોને રૂપિયા ન આપવા પડે તે માટે લૂંટનો બનાવ ઉપજાવી કાઢેલ હતો અને પોતાની જાતે જ થેલો બનાવ વાળી જગ્યાએ ફેકી દીધો હતો તથા પોતાની હાથે જ આંખમાં મરચાની ભુકી જાય નહીં તે રીતે છાંટી હતી અને તેની પાસે થેલામાં 20 લાખ રૂપિયા હતા જ નહીં. થેલામાં રૂા.10 લાખ હતા તે જમીનમાં ખાડો કરીને સંતાડી દીધા હતાં. પોલીસની આકરી પૂછપરછમાં 20 લાખના લૂંટના ફરિયાદીએ જ જમીનમાં દાટેલા રૂા.10 લાખ પંચની હાજરીમાં કબ્જે કરી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular