ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત જામનગરની મુલાકાતે પધાર્યા છે.ત્યારે જામનગર એરપોર્ટ ખાતે મેયર મતી બીનાબેન કોઠારી, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, કલેકટર ડો.સૌરભ પારઘી, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ રાજયપાલને આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.
આ તકે રાજ્યપાલને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.