ભાજપના નેતા હાર્દિક પટેલ વિરુદ્ધ ધ્રાંગધ્રાની કોર્ટમાં ચાલી રહેલા કેસમાં તેના વિરુદ્ધ વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યુ છે. ધ્રાંગધ્રા સિવિલ કોર્ટમાં કેસની મુદત દરમિયાન હાર્દિક પટેલ હાજર ન રહેતા કોર્ટે ધરપકડ અંગેનું વોરંટ ઇસ્યૂ કર્યું છે.
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈસ્યૂ કર્યુ હતું. ભાજપ અને પાટીદાર નેતા હાર્દિક પટેલ ધાંગ્રધ્રા તાલુકાના હરિપર ગામે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર અર્થે આવીને એક જાહેર સભા યોજી હતી જેમાં તેણે આચારસંહિતાનો ભંગ કર્યો હતો. આ ભંગ બદલ તેના સામે તાલુકો પોલીસે ગુન્હો નોધ્યો હતો. પોલીસ બાદ કોર્ટમાં હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ થયો હતો જેમાં મુદ્દત દરમિયાન હાર્દિક પટેલ હાજર ન રહેતા તેના સામે ધરપકડનું વોરટ ઈસ્યૂ કરવામાં આવ્યુ છે.
જામનગરની કોર્ટે વર્ષ 2017ના કેસમાં હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા હતા. જામનગર કોર્ટમાં આ કેસને લઈ તમામ દલીલો પૂર્ણ થઈ હતી. વર્ષ 2017માં પાસ ક્ધવીનર અંકિત ધેડિયા અને હાર્દિક પટેલ સામે ગુનો નોંઘાયો હતો. હાર્દિક પટેલના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ચુકાદો આપ્યો હતો.