Wednesday, December 4, 2024
Homeરાષ્ટ્રીયગુટકા કિંગ જોષીના પુત્રની ધરપકડ

ગુટકા કિંગ જોષીના પુત્રની ધરપકડ

- Advertisement -

ગુટકા કિંગ જે.એમ.જોષીના પુત્ર સચિન જોષીની મનીલોન્ડરીંગ કેસમાં ધરપકડ થઇ છે. સચિન અભિનય તથા ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલો છે. તેના પિતા જે.એમ.જોષી ગુટકા બ્રાન્ડ જેએમજેના પ્રમોટર છે.

- Advertisement -

આ ગ્રુપ પાન-મસાલા અને હોટેલ વ્યવસાય સાથે પણ સંકળાયેલું છે. ઇડી એ સચિનની ધરપકડક કરીને 18મી તારીખ સુધી કસ્ટડી મેળવી છે. મુંબઇના ઓમકાર નામના એક રિઅલ એસ્ટેટ ગ્રુપ સાથે ભાગીદારીમાં સચિને આવાસ યોજનાના રૂા.87 કરોડ અન્યત્ર વાળી દીધાં હોવાનો તેના પર આરોપ છે.

આ ઉપરાંત આ ગ્રુપ દ્વારા 1500 કરોડની રકમ અને કેટલીક મિલકતો ટેકસ હેવન દેશોની મદદથી એકત્ર કરવામાં આવી છે. એજન્સીએ આ રકમ શોધી કાઢી છે. ગત્ તારીખ 13 ફેબ્રુઆરીથી એજન્સીઓએ આ ગ્રુપ પર સર્ચ અને દરોડાની કામગીરી શરૂ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular