Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરVideo : સીએમ કાર્યાલયના નામે ફોન કરનાર બોગસ નિકુંજ પટેલની ધરપકડ

Video : સીએમ કાર્યાલયના નામે ફોન કરનાર બોગસ નિકુંજ પટેલની ધરપકડ

ફોરેન કરન્સીમાં ઉંચુ વળતરની લાલચે કરોડોની છેતરપિંડી આચરનાર મુખ્ય સૂત્રધારને છોડાવવા જામનગર પોલીસ અધિક્ષકને ફોન કર્યો : મિત્રના ગુનેગાર મિત્રને છોડાવવું ભારે પડયું : અગાઉ પણ બે વખત આ રીતે ભલામણ : જામનગર પોલીસે અમદાવાદથી દબોચ્યો

- Advertisement -

જામનગર સાયબર ક્રાઈમ પોલીસે એનાલિસીસ અને ફરિયાદના આધારે સુરતમાંથી ફોરેન કરન્સીમાં રોકાણ કરી ઉંચું વળતર આપવાની લાલચ આપી નવ લાખની છેતરપિંડીના પ્રકરણમાં એક શખ્સને ઝડપી લીધો હતો. આ ઝડપાયેલા મુખ્ય સુત્રધારને છોડાવવા માટે મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી પોલીસ અધિક્ષકને ફોન કરનાર શખ્સને ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપી લઇ તપાસ આરંભી હતી.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ, જામનગર સાયબર ક્રાઈમ પોલીસે ત્રણ દિવસ પહેલાં ફોરેન કરન્સીમાં રોકાણ કરી ઉંચુ વળતર આપવાની લાલચ આપી બોગસ એપ્લીકશન દ્વારા લાખોની છેતરપિંડી આચરતા હતાં. આ નોંધાયેલી ફરિયાદ મુજબ જામનગરના ઉચ્ચ શિક્ષીત યુવાન સાથે ફોરેન કરન્સીમાં રોકાણ કરી ઉચ્ચુ વળતર આપવાના બહાના હેઠળ આશરે 9 લાખની રકમ એપ્લીકેશન દ્વારા છેતરપિંડી આચર્યાના બનાવમાં સાયબર ક્રાઈમે મુખ્ય સુત્રધાર એવા આમીન ઉર્ફે અરમાન અસલમ ગરાણા નામના શખ્સને સુરતમાંથી દબોચી લઇ 6 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી હતી. ફોરેન કરન્સીમાં રોકાણ કરવાના બહાને રોકાણકારોના નાણાં પચાવી પાડતી ગેંગના માસ્ટર માઈન્ડ આમિર ઉર્ફે અરમાન અસલમ ગરાણા ને છોડાવવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુને ત્રણ દિવસ પહેલાં રાત્રિના સમયે નિકુંજ પટેલ નામના વ્યક્તિએ ફોન કરી મુખ્યમંત્રી કાર્યાલયમાં સરકારી ઓફીસર તરીકેની ઓળખ આપી સાયબર ક્રાઈમમાં ઝડપાયેલા માસ્ટર માઈન્ડ આમિર ઉર્ફે અરમાન અસલમ ગરાણા ને તાત્કાલિક છોડી મૂકવા માટે જણાવ્યું હતું.
પોલીસ અધિક્ષકને ફોન આવ્યા બાદ પોલીસ વિભાગ એકટીવ થઇ ગયો હતો અને આ સંદર્ભે મુખ્યમંત્રી કાર્યાલયમાં નંબરના આધારે તપાસ કરતા નિકુંજ પટેલ મો.76004 42055 મોબાઇલધારક મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતો નહીં હોવાનું ખુલ્યું હતું. જેથી એલસીબીના એએસઆઈ ભરત નાથાભાઈ પટેલે ફરિયાદી બની સિટી એ ડીવીઝન પોલીસમાં મોબાઇલધારક નિકુંજ પટેલ વિરૂધ્ધ આઇપીસી કલમ 170 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારી તરીકેની ઓળખ આપનાર બોગસ વ્યક્તિને ઝડપી લેવા જામનગર પોલીસે તાત્કાલિક મોબાઇલ નંબરના લોકેશનના આધારે અમદાવાદ પહોંચી જઇ નિકુંજ પટેલ નામના શખ્સને દબોચી લીધો હતો અને જામનગર લઇ આવી સીટી એ ડીવીઝનના હવાલે કરવામાં આવ્યો હતો અને નિકુંજના રિમાન્ડ મેળવવા સીટી એ ડીવીઝન પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગરના જિલ્લા પોલીસ વડાને મુખ્યમંત્રીના કાર્યલયના ઓફિસર તરીકેની ઓળખ આપીને સાયબર સેલના ગુનામાં પકડાયેલા આરોપીને છોડી મૂકવા માટેની ભલામણ કરનાર આરોપી નિકુંજ પટેલની ધરપકડ બાદ પૂછપરછ દરમિયાન અગાઉ પણ આવી રીતે બે વખત કાવતરા કરી લીધાનું સામે આવ્યું છે. અન્ય આરોપીઓને છોડાવવા માટે પોતે મુખ્યમંત્રીના કાર્યાલયના ઓફિસર તરીકેની ઓળખ આપીને ફોન કર્યાનું કબુલ્યું છે અને તે અંગેના અલગ અલગ બે ગુન્હા પણ તેની સામે અમદાવાદમાં નોંધાઈ ચૂક્યા છે.

પોલીસે પકડનાર આરોપી નિકુંજ પટેલ કે જે જામનગર સાયબર સેલની ટીમના હાથે ઝડપાયેલા આરોપી આમીર કે જેના એક મિત્રનો પોતે મિત્ર થતો હોવાથી આમિરને છોડાવવા માટે પોતાના મિત્રને મદદ કરવાના ભાગરૂપે જામનગરના એસ.પી. ને કોલ કર્યો હોવાની કબુલાત આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular